અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર બાવળામાં પ્રેમમાં પાગલ યુવાને ગેસ્ટહાઉસ પરથી કુદીને મોતની છલાંગ લગાવી છે, યુવક 3 થી 4 દિવસ સુધી ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો અને પ્રેમિકા સાથે વાત કરતા તેણે આપઘાત કર્યો હતો, પોલીસે તેને સમજાવ્યો તેમ છત્તા તે સમજયો નહી અને તેણે હાથની નસ પણ કાપી નાખી હતી, સમગ્ર ઘટનામાં બાવળા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
3-4 દિવસથી આશ્રિત ગેસ્ટ હાઉસમાં રહેતો હતો યુવક
બાવળામાં પ્રેમમાં પાગલ યુવાને મોતની છલાંગ લગાવી છે, આણંદના વચલાપુરા ધુવારણ ગામનો વતની હતો આ યુવક, યુવક ત્રણથી ચાર દિવસ ગુમ હતો અને પરિવાર પણ તેને શોધી રહ્યો હતો, પરિવાર શોધતો શોધતો બાવળા સુધી પહોંચ્યો હતો અને ખંભાત પોલીસને લોકેશન મળતા ખંભાત પોલીસે બાવળા પોલીસને જાણ કરી હતી, બાવળા પોલીસનો સ્ટાફ અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિત મોટો કાફલો પહોંચ્યો હતો આશ્રિત ગેસ્ટ હાઉસ, તો મહિલા પોલીસ કર્મચારી પહોંચ્તા યુવક પાસે રહેલી છરીથી તેણે હાથની નસ કાપી હતી અને મોતને વ્હાલું કર્યુ હતુ.
ખંભાત રૂરલ પોલીસ પણ બાવળા પહોંચી હતી
બિલ્ડિંગના આગળના ભાગે 50થી પણ વધુ પોલીસ કર્મીઓ સાથે રેસ્ક્યુના માણસો 60 ફૂટ લાંબી નેટ સાથે હાજર હતા પણ યુવકને 2 કલાક સુધી સમજાવ્યો તેમ છત્તા તે સમજયો નહી, મહિલા કોન્સ્ટેબલ સામે તેની પ્રેમિકા સાથે વાતો કરતા યુવક ગેસ્ટ હાઉસના પાછળના ભાગેથી કૂદી પડયો હતો અને તેણે મોતને વ્હાલું કર્યુ હતુ. બાવળા પોલીસે યુવકના મોબાઈલના આધારે તપાસ શરૂ કરી છે, અને જે છોકરી સાથે તે વાત કરતો હતો તે છોકરીની પૂછપરછ પણ થઈ શકે છે.