Ahmedabad News : બાવળામાં પૂર પછી પાણીજન્ય રોગ અને વેક્ટર બોન્ડ રોગ અટકાવવા આરોગ્ય તંત્રની અનોખી ઝુંબેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બાવળામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને પગલે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. જિલ્લા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને રાહત બચાવ અને પાણી નિકાલની કામગીરી સત્વરે કરવામાં આવી હતી. જ્યાં લોકોનું સ્થળાંતર આવશ્યક હતું ત્યાં હંગામી આશ્રય સ્થાનો ઊભા કરીને લોકોની રહેવા તથા જમવાની સુવિધાઓ પણ વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી હતી.
શારીરિક તકલીફ જણાય તો તુરંત સારવાર અને દવા પણ આપી રહ્યા છે
તાકીદની આ કામગીરી બાદ બાવળા શહેરમાં પાણીજન્ય રોગચાળો તેમજ વેક્ટર બોર્ન ડીસીઝ ફેલાય નહીં અને કોઈ નાગરિકને માંદગી જણાય તો સમયસર તેની સારવાર કરી શકાય તે માટે આરોગ્ય તંત્ર સાબદુ બન્યું છે. તાલુકા આરોગ્ય વિભાગના કર્મચારીઓ મલ્ટી પર્પસ હેલ્થ વર્કર અને આશા બહેનો ઘરે ઘરે જઈને નાગરિકોના આરોગ્યની દરકાર લઈ રહ્યા છે. બાવળાના આ હેલ્થ વોરિયર ડોર ટુ ડોર મુલાકાત કરીને લોકોના આરોગ્ય તપાસવાનું કામ કરી રહ્યા છે તેમ જ જો કોઈને શરદી તાવ કે અન્ય કોઈ શારીરિક તકલીફ જણાય તો તુરંત સારવાર અને દવા પણ આપી રહ્યા છે.
આરોગ્ય વિભાગની ૧૦ થી વધુ ટીમોએ આરોગ્યને લઈ તપાસ શરૂ કરી
બાવળા તાલુકાના આ હેલ્થ વોરિયર્સ નો નિશ્ચય છે કે બાવળા શહેરમાં ભારે વરસાદને પગલે પાણી ભલે લોકોના ઘરના દરવાજે પહોંચ્યું પરંતુ રોગને લોકોના આંગણામાં પગ મુકવા દેવો નથી. બાવળા શહેરમાં આરોગ્ય વિભાગની ૧૦ થી વધુ ટીમોએ ઘરે-ઘરે જઈને અત્યાર સુધીમાં ૨૫ હજાર જેટલા લોકોની આરોગ્ય તપાસ પૂર્ણ કરી છે.
બાવળા શહેરના વિવિધ વિસ્તારોમાં મચ્છરના નાશ માટે ફોગિંગ પણ વ્યાપકપણે કરવામાં આવી રહ્યું છે
માત્ર એટલું જ નહીં આ કર્મચારીઓ દ્વારા શહેરની પાણીની ટાંકીથી લઈને લોકોના ઘરમાં માટલામાં રહેલા પીવાના પાણીની પણ તપાસ કરવામાં આવે છે તેમજ તેનું ક્લોરિનેશન પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. આ હેલ્થ વોરિયર શહેરના પીવાના પાણીના વિવિધ સંગ્રહ સ્થાનોની મુલાકાત લઈ પાણીનું ક્લોરીનેશન સુનિશ્ચિત કરી રહ્યા છે. આ ઉપરાંત શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહેલા ૪૦ જેટલા પરિવારોની તેમજ બાળકો, વૃદ્ધો તેમજ સગર્ભા મહિલાઓની પણ સારવાર તેમજ આરોગ્ય દરકાર આ શેલ્ટર હોમ ખાતે કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સવારે અને સાંજે બાવળા શહેરના વિવિધ વિસ્તારોમાં મચ્છરના નાશ માટે ફોગિંગ પણ વ્યાપકપણે કરવામાં આવી રહ્યું છે. બાવળા તાલુકાના આરોગ્ય સુરક્ષા તંત્રની ઝડપી અને અસરકારક કામગીરીને પરિણામે બાવળામાં પાણીજન્ય રોગો તેમજ વેક્ટર બોર્ન ડીસીઝ અટકાવવામાં વહીવટી તંત્રને સફળતા મળી છે.
What's Your Reaction?






