Ahmedabad News : બાપુનગરના અર્બન હેલ્થ સેન્ટર પાસે ગટરના પાણી ઉભરાયાં

છેલ્લા 5 દિવસથી લોકો ગટરના પાણીથી પરેશાન બેદરકારી રાખતા તંત્રના સત્તાધીશોને અનેક રજૂઆત સ્થાનિકોએ કરી અર્બન હેલ્થ સેન્ટર પાસે જ પ્રાથમિક સુવિધાનો અભાવ અમદાવાદના બાપુનગર ખાતે આવેલ અર્બન સેન્ટર પાસે જ ગટરના પાણી ઉભરાતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યાં છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,વારંવાર તંત્રને રજૂઆત કરી તેમ છત્તા કોઈ ઉકેલ આવતો નથી,છેલ્લા પાંચ દિવસથી આ સમસ્યા ચાલી રહી છે,તેમ છત્તા તેનો કોઈ નિકાલ આવ્યો નથી.આ દશ્યો જોઈને અધિકારીઓ એસી ચેમ્બર છોડી બહાર આવે અને સમસ્યાનું નિરાકરણ લાવે તે જરૂરી બન્યું છે. શેલામાં પણ ગટરના પાણી મારી રહ્યાં છે બેક અમદાવાદના શેલા અને બોપલ વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી ગટરનું કામ ચાલી રહ્યુ છે. જેના પગલે રોડ રસ્તાઓની હાલત કફોડી થઈ છે. રોડ ખરાબ થતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જો વહેલી તકે ગટરનું કામ પુરુ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સમસ્યામાં વધારો થવાની સંભાવના છે.શેલા ખાતે આવેલી મોનાર્કસીટી 2ની ગટર ચોકઅપ થઈ જતા ગટરનું પાણી બહાર આવી રહ્યુ છે. ગટરનું પાણી મોનાર્ક સીટી -2 ના રહીશોએ અનેક વાર રજૂઆત કરવા છતા પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેનો ઉકેલ વહેલી તકે આવે તેવી માગ કરવામાં આવી છે. કોટ વિસ્તારમાં નખાશે નવી ગટર લાઈન અમદાવાદના કોટ વિસ્તારમાં વર્ષો જૂની પાણીની અને ગટરની લાઈનો આવેલી છે. છેલ્લા અનેક વર્ષોથી ગટર ઉભરાવવાની અને પ્રદૂષિત પાણી આવા અંગેની ફરિયાદો ઉઠી રહી હતી, જેના પગલે પ્રિન્સિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મધ્ય ઝોન વિસ્તારમાં પાણી અને ગટરની લાઈનો બદલવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. 333 કરોડનું ટેન્ડર કરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી બાદ આ ટેન્ડરની પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવ્યા બાદ કામગીરી ઝડપી શરૂ કરવામાં આવશે. 60 ટકા ફરિયાદો માત્ર ગટર ઉભરાવાની મધ્ય ઝોનમાં આવતા ખાડિયા, જમાલપુર, રાયપુર સહિતના વિસ્તારમાં રોજની 1000 કરતાં વધારે ફરિયાદ તો માત્ર ગટર ઉભરાવાની આવે છે. કુલ ફરિયાદો પૈકી 60 ટકા ફરિયાદો માત્ર ગટર ઉભરાવાની આવતી હોવાનું જાણવા મળ્યું છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટિમાં મધ્ય ઝોન વિસ્તારમાં પ્રદૂષિત પાણી અને ગટર ઉભરાવાની સમસ્યાને લઈ અને 300 કરોડથી વધુનું ટેન્ડર કરવામાં આવ્યું હોવ અંગેની માહિતી તંત્ર દ્વારા આપવામાં આવી હતી.

Ahmedabad News : બાપુનગરના અર્બન હેલ્થ સેન્ટર પાસે ગટરના પાણી ઉભરાયાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છેલ્લા 5 દિવસથી લોકો ગટરના પાણીથી પરેશાન
  • બેદરકારી રાખતા તંત્રના સત્તાધીશોને અનેક રજૂઆત સ્થાનિકોએ કરી
  • અર્બન હેલ્થ સેન્ટર પાસે જ પ્રાથમિક સુવિધાનો અભાવ

અમદાવાદના બાપુનગર ખાતે આવેલ અર્બન સેન્ટર પાસે જ ગટરના પાણી ઉભરાતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યાં છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,વારંવાર તંત્રને રજૂઆત કરી તેમ છત્તા કોઈ ઉકેલ આવતો નથી,છેલ્લા પાંચ દિવસથી આ સમસ્યા ચાલી રહી છે,તેમ છત્તા તેનો કોઈ નિકાલ આવ્યો નથી.આ દશ્યો જોઈને અધિકારીઓ એસી ચેમ્બર છોડી બહાર આવે અને સમસ્યાનું નિરાકરણ લાવે તે જરૂરી બન્યું છે.

શેલામાં પણ ગટરના પાણી મારી રહ્યાં છે બેક

અમદાવાદના શેલા અને બોપલ વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી ગટરનું કામ ચાલી રહ્યુ છે. જેના પગલે રોડ રસ્તાઓની હાલત કફોડી થઈ છે. રોડ ખરાબ થતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જો વહેલી તકે ગટરનું કામ પુરુ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સમસ્યામાં વધારો થવાની સંભાવના છે.શેલા ખાતે આવેલી મોનાર્કસીટી 2ની ગટર ચોકઅપ થઈ જતા ગટરનું પાણી બહાર આવી રહ્યુ છે. ગટરનું પાણી મોનાર્ક સીટી -2 ના રહીશોએ અનેક વાર રજૂઆત કરવા છતા પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેનો ઉકેલ વહેલી તકે આવે તેવી માગ કરવામાં આવી છે.

કોટ વિસ્તારમાં નખાશે નવી ગટર લાઈન

અમદાવાદના કોટ વિસ્તારમાં વર્ષો જૂની પાણીની અને ગટરની લાઈનો આવેલી છે. છેલ્લા અનેક વર્ષોથી ગટર ઉભરાવવાની અને પ્રદૂષિત પાણી આવા અંગેની ફરિયાદો ઉઠી રહી હતી, જેના પગલે પ્રિન્સિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મધ્ય ઝોન વિસ્તારમાં પાણી અને ગટરની લાઈનો બદલવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. 333 કરોડનું ટેન્ડર કરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી બાદ આ ટેન્ડરની પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવ્યા બાદ કામગીરી ઝડપી શરૂ કરવામાં આવશે.


60 ટકા ફરિયાદો માત્ર ગટર ઉભરાવાની

મધ્ય ઝોનમાં આવતા ખાડિયા, જમાલપુર, રાયપુર સહિતના વિસ્તારમાં રોજની 1000 કરતાં વધારે ફરિયાદ તો માત્ર ગટર ઉભરાવાની આવે છે. કુલ ફરિયાદો પૈકી 60 ટકા ફરિયાદો માત્ર ગટર ઉભરાવાની આવતી હોવાનું જાણવા મળ્યું છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટિમાં મધ્ય ઝોન વિસ્તારમાં પ્રદૂષિત પાણી અને ગટર ઉભરાવાની સમસ્યાને લઈ અને 300 કરોડથી વધુનું ટેન્ડર કરવામાં આવ્યું હોવ અંગેની માહિતી તંત્ર દ્વારા આપવામાં આવી હતી.