Ahmedabad News : પોલીસનું લુખ્ખાઓને એલાન, રિવરફ્રન્ટ પર રાત્રિના સમયે છેડતી કે પરેશાની કરનારને બક્ષવામાં નહીં આવે

Sep 26, 2025 - 01:30
Ahmedabad News : પોલીસનું લુખ્ખાઓને એલાન, રિવરફ્રન્ટ પર રાત્રિના સમયે છેડતી કે પરેશાની કરનારને બક્ષવામાં નહીં આવે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવરાત્રિના આ પાવન પર્વમાં અમદાવાદ શહેરના DCP ઝોન-2 સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ દ્વારા જાહેર જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પહેલ અને સૂચના જારી કરવામાં આવી છે. સામાન્ય રીતે ઉત્સવના માહોલમાં મોડી રાત સુધી લોકો બહાર ફરતા હોય છે, ત્યારે તેમની સુરક્ષા જોખમાય નહીં તે માટે પોલીસે સાવચેતીના પગલાં લેવા જણાવ્યું છે. પોલીસે રિવરફ્રન્ટ પરના વિવિધ સ્થળોએ લોકોને સ્પષ્ટ સૂચના આપી છે કે, નવરાત્રિના સમય દરમિયાન રાત્રે કપલ કે દંપતિએ એકાંત અને નિર્જન સ્થળોએ જવાનું ટાળવું. જાહેર સ્થળોની સરખામણીમાં આવા નિર્જન સ્થળો પર અસામાજિક તત્વોનો ભય વધુ રહેતો હોય છે.

લુખ્ખાઓ માટે પોલીસનું સખ્ત એલાન અને કાર્યવાહીની ચેતવણી

પોલીસે ખાસ કરીને લુખ્ખાઓ અને અસામાજિક તત્વો માટે સખ્ત એલાન કર્યું છે. જો કોઈ વ્યક્તિ એકાંતનો લાભ લઈને જાહેર જનતાને પરેશાન કરે, છેડતી કરે કે અસુરક્ષિત મહેસૂસ કરાવે, તો પોલીસ તેને ક્યારેય બક્ષશે નહીં અને તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે સ્પષ્ટતા કરી છે કે આવા તત્વો પર પોલીસની સતત નજર છે. આ લુખ્ખાઓને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ કોઈ પણ પ્રકારે કાયદાનો ભંગ કરશે કે જાહેર શાંતિમાં ખલેલ પહોંચાડશે, તો તેમના વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે જાહેર જનતાને પણ સાવધાની રાખવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવા કહ્યું છે. " data-instgrm-version="14" style=" background:#FFF; border:0; border-radius:3px; box-shadow:0 0 1px 0 rgba(0,0,0,0.5),0 1px 10px 0 rgba(0,0,0,0.15); margin: 1px; max-width:540px; min-width:326px; padding:0; width:99.375%; width:-webkit-calc(100% - 2px); width:calc(100% - 2px);">

View this post on Instagram

A post shared by Sandesh News (@sandeshnews)

અસુરક્ષાના કિસ્સામાં તાત્કાલિક 112 પર સંપર્ક કરવા અપીલ

રિવરફ્રન્ટ પોલીસે જાહેર જનતાને વધુમાં સલામતીની ખાતરી આપતા જણાવ્યું છે કે, જો કોઈ પણ વ્યક્તિને જરા પણ અસુરક્ષિત મહેસૂસ થાય કે કોઈ વ્યક્તિ દ્વારા હેરાનગતિ કરવામાં આવે, તો તેમણે ડર્યા વિના તાત્કાલિક ‘112’ જનરક્ષક નંબર પર ફોન કરવો. પોલીસે વિશ્વાસ અપાવ્યો છે કે પોલીસ તેમની સુરક્ષા માટે હંમેશાં હાજર છે અને તેમની ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવશે. પોલીસની આ પહેલનો હેતુ નવરાત્રિના પાવન પર્વ દરમિયાન શહેરીજનો નિર્ભયપણે ઉત્સવની ઉજવણી કરી શકે અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવાનો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0