Ahmedabad News : નવરાત્રિમાં "ચાર ચાર બંગડી" ગીત ધૂમ મચાવશે, ગુજરાત હાઇકોર્ટે કિંજલ દવેના ગીત પરથી સ્ટે હટાવ્યો

Sep 18, 2025 - 11:00
Ahmedabad News : નવરાત્રિમાં "ચાર ચાર બંગડી" ગીત ધૂમ મચાવશે, ગુજરાત હાઇકોર્ટે કિંજલ દવેના ગીત પરથી સ્ટે હટાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચાર ચાર બંગડી વાળી ગાડી લાઈ દઉ આ ગીતે ગુજરાતમાં જ નહી પરંતુ વિશ્વમાં ધૂમ મચાવી હતી અને કિંજલ દવે આ ગીતથી વધારે જાણીતા બન્યા છે, હવે નવરાત્રિમાં કિંજલ દવે ચાર ચાર બંગડી પર ધૂમ મચાવશે કેમકે, કોપી રાઇટ એક્ટ હેઠળ સોંગ પર પ્રતિબંધ મુકાયો હતો અને ગુજરાત હાઈકોર્ટમાં આ બાબતને લઈ કેસ પણ ચાલું હતો, એન્ટરટેઇનમેન્ટ કંપનીએ ગાયિકા પર કેસ કર્યો હતો અને જાન્યુઆરી 2024થી ગીત પર સ્ટે મુકાયો હતો.

"ચાર ચાર બંગડી વાળા"સોંગ પર ગરબે ઘુમવા ખેલૈયાઓ થાઇ જાવ તૈયાર

"ચાર ચાર બંગડી વાળા"ગીત ગાવાની કિંજલ દવેને પરવાનગી ગુજરાત હાઈકોર્ટે આપી છે, લોકગાયક કિંજલ દવેને ગુજરાત હાઇકોર્ટએ આપી મોટી રાહત. નવરાત્રિ પહેલા ' ચાર ચાર બંગડી' ગીત પરથી પ્રતિબંધ હટાવી દેવાયો છે અને હવે કિંજલ દવે આ ગીતને સ્ટેજ પર રજૂ કરી કરશે, કોપી રાઈટ એક્ટ હેઠળ કિંજલ દવેને ચાર ચાર બંગડી સોંગ ગાવા.પર લગાવ્યો હતો પ્રતિબંધ, સોંગના કોપી રાઇટ મામલે રેડ રિબન એન્ટરટેઇનમેન્ટ કંપનીએ ગાયિકા પર કેસ દાખલ કર્યો હતો. કંપનીના દાવા મુજબ આ ગીતના રાઇટ્સ પર હક ધરાવતી કંપનીએ, ગાયિકાની પરફોર્મન્સને રોકી દીધું હતું. અને કોર્ટમાં કેસ દાખલ થયા બાદ 30 જાન્યુઆરી 2024થી સોંગ પર પરફોર્મન્સ પર સ્ટે મુકાયો હતો.

જાણો શું હતો આ સમગ્ર કેસ ચાર ચાર બંગડીને લઈ

વર્ષ 2019માં રેડ રીબન એન્ટરટેઇનમેન્ટ દ્વારા અમદાવાદની સિવિલ કોર્ટમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ કિંજલ દવેએ આરડીસી મીડિયા અને સસ્વતી સ્ટુડિયો સામે દાવો કર્યો છે, કોપીરાઈટ એકટને લઈ આ દાવો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં કાર્તિક પટેલ મ્યુઝિક કમ્પોઝર અને ગુજરાતી વીડિયો બનાવનાર વ્યક્તિ છે. તેનો દાવો હતો કે ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત તેણે બનાવ્યું છે. બાદમાં કિંજલ દવેએ આ ગીત યુ-ટ્યુબ ઉપર રિલીઝ કર્યું હતું અને કિંજલ દવેએ આ ગીતની કોપી કરી હતી તેવી વાત જે તે સમયે સામે આવી હતી. કિંજલ દવે 200 સ્ટેજ પરફોર્મન્સમાં આ ગીત ગાઈ ચૂકી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0