Ahmedabad News : નરોડામાં ક્રિકેટનું નવું મેદાન બનશે, ઓડિટોરિયમ અને રોડના કામોને આજે મંજૂરી મળશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમદાવાદ શહેરમાં આગામી સમયમાં કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ થશે. આઠમી માર્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે. તેઓ 1080 કરોડના કામો ખુલ્લા મુકશે. અમદાવાદમાં ખારીકટ કેનાલ ફેઝ-1 લોકાર્પણ માટે તૈયાર છે. આ ઉપરાંત વસ્ત્રાલમા વિશાળ સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું પણ ઉદ્ઘાટન થશે. નિકોલમાં 97.36 કરોડના વિકાસ કામો થશે.ત્યારે નરોડામાં પણ વિકાસકામોની જાહેરાત કરાઈ છે.
પાર્ટી પ્લોટનું એક કરોડના ખર્ચે રિનોવેશન
અમદાવાદના નરોડામાં ટીપી 109માં ક્રિકેટનું નવું મેદાન બનશે. મહાનગર પાલિકા દ્વારા આ મેદાન બનાવવા માટે એક કરોડથી વધુનો ખર્ચ કરાશે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં આરસીસી અને પેવર બ્લોકના પણ કામો હાથ ધરાશે. નરોડામાં TP-1માં વ્રજભૂમિ સોસાયટી પાસે રહેલા પાર્ટી પ્લોટનું એક કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવશે. આ ઉપરાંત ટીપી 75 મુઠીયા હંસપુરામાં નવું ઓડિટોરિયમ પણ બનાવવામાં આવશે. મહાનગર પાલિકા દ્વારા 64 કરોડના ખર્ચે નવું ઓડિટોરિયમ બનાવાશે. આ કામોને આજે મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવશે.
નારોલ સર્કલ સુધીના 14 કિ.મીના રોડનો વિકાસ
આ ઉપરાંત નરોડાથી નારોલ રોડને પણ ડેવલપ કરવામાં આવશે. નારોલ સર્કલ સુધીના 14 કિ.મીના રોડનો વિકાસ કરવામાં આવશે. મહાનગર પાલિકા દ્વારા 256 કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે. ટેન્ડર કરતા 24.75 ટકા વધુ ભાવે કામ આપવામાં આવશે. આજે આ તમામ કોમોનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવશે. આઠમી માર્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે. તેઓ 1080 કરોડના કામો ખુલ્લા મુકશે. અમિત શાહ વિરાટનગરમાં જાહેર સભાને સંબોધન કરશે.
આ પણ વાંચોઃ Ahmedabad News: 8 માર્ચે અમિત શાહ વસ્ત્રાલમાં વિકાસ કામોનું લોકાર્પણ કરશે, સ્થાનિક ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ થશે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

