Ahmedabad News : તહેવારોની સિઝનમાં હાલ પૂરતી રાહત, પણ લડાઈ ચાલુ! UPI MDR ચાર્જ સામે વેપારી એસોસિએશનનું મોટું પગલું...

Oct 14, 2026 - 16:00
Ahmedabad News : તહેવારોની સિઝનમાં હાલ પૂરતી રાહત, પણ લડાઈ ચાલુ! UPI MDR ચાર્જ સામે વેપારી એસોસિએશનનું મોટું પગલું...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના વેપારી વર્ગ માટે તહેવારોની સિઝન શરૂ થતાની સાથે જ એક રાહતના સમાચાર આવ્યા છે. સરકાર દ્વારા UPI ટ્રાન્ઝેક્શન પર લાગુ થનારા Merchant Discount Rate (MDR) ચાર્જના નિયમને દિવાળી બાદ સુધી મુલતવી રાખવાના નિર્ણયને વેપારી મંડળો દ્વારા ઉષ્માભેર આવકારવામાં આવ્યો છે. દિવાળીના સમેયે બજારોમાં ખરીદીનો ધમધમાટ હોય છે, ત્યારે આ નિર્ણયથી નાના-મોટા તમામ વેપારીઓને હાલ પૂરતી મોટી આર્થિક ચિંતામાંથી મુક્તિ મળી છે.

રૂ. 2,000 થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર 0.4% MDR નો બોજ

સરકાર દ્વારા રૂ. 2,000 થી વધુના ચોક્કસ UPI વ્યવહારો પર 0.4% જેટલો MDR ચાર્જ વસૂલવાની દરખાસ્ત લાવવામાં આવી છે. આ નિયમને કારણે નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ પર વધારાનો ટેક્સ અને આર્થિક બોજ વધવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. અત્યારના સમયમાં મોટાભાગના ગ્રાહકો ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા છે, ત્યારે દરેક વ્યવહાર પર 0.4% ચાર્જ ચૂકવવો પડે તો વેપારીઓના પહેલાથી જ મર્યાદિત રહેતા નફાના માર્જિનમાં ભારે ઘટાડો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણને પાઠવ્યો પત્ર

દિવાળી પૂરતી મળેલી આ રાહતને વેપારીઓ માત્ર અસ્થાયી ગણાવી રહ્યા છે. આ મુદ્દે અમદાવાદના વેપારી એસોસિએશન દ્વારા દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણને એક વિસ્તૃત પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. વેપારીઓની માંગ છે કે UPI પરનો MDR ચાર્જ માત્ર મુલતવી રાખવાને બદલે કાયમી ધોરણે રદ કરવામાં આવે. ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે UPI ને સંપૂર્ણપણે ચાર્જમુક્ત રાખવું અત્યંત જરૂરી છે, જેથી વેપારીઓ અને ગ્રાહકો બંનેને પ્રોત્સાહન મળતું રહે.

આ પણ વાંચો : Ahmedabad News : નવરાત્રિમાં અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચનું ચેકિંગ, પકવાન ચાર રસ્તા પર સલાઈવા ટેસ્ટિંગથી ડ્રગ્સીઓ પર ત્રાટકી પોલીસ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0