Ahmedabad News : તમારી આસપાસની હવા કેટલી શુદ્ધ છે? આ વિસ્તારોમાં શ્વાસ લેવો બની ગયો છે મોટો ખતરો!

Oct 14, 2026 - 11:00
Ahmedabad News : તમારી આસપાસની હવા કેટલી શુદ્ધ છે? આ વિસ્તારોમાં શ્વાસ લેવો બની ગયો છે મોટો ખતરો!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં હવાની ગુણવત્તા કથળી રહી છે અને વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક સપાટીએ પહોંચી ગયું છે. શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સીધો 'ખરાબ' કેટેગરીમાં નોંધાતા નાગરિકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાં ફેલાયેલા આ ઝેરી તત્વો અને રજકણોને કારણે વડીલો અને બાળકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે, છતાં પ્રદૂષણ નિયંત્રણ માટે નક્કર પગલાં લેવામાં હજુ વિલંબ થઈ રહ્યો છે.

વિવિધ વિસ્તારોમાં AQI ની આંકડાકીય સ્થિતિ

શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ માપવામાં આવતા અત્યંત ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ન્યૂ ઈન્ડિયા કોલોનીમાં સૌથી વધુ 170 AQI નોંધાયો છે, જે અત્યંત ખરાબ સ્થિતિ દર્શાવે છે. વટવા વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ ઊંચું રહેતા 159 AQI નોંધાયો છે. મણિનગર અને એરપોર્ટ વિસ્તારમાં અનુક્રમે 157 અને 156 AQI નોંધાતા વાતાવરણમાં પ્રદૂષણની ગંભીર અસર સ્પષ્ટ દેખાઈ રહી છે.


સ્વાસ્થ્ય સામે તોળાઈ રહ્યું છે મોટું જોખમ

માત્ર મુખ્ય વિસ્તારો જ નહીં, પરંતુ ચાંદખેડા અને સોનીની ચાલી જેવા વિસ્તારો પણ ભારે પ્રદૂષણના સકંજામાં આવી ગયા છે. હવાની આ ખરાબ ગુણવત્તાના કારણે શ્વાસની બીમારીઓ, અસ્થમા અને એલર્જીથી પીડાતા દર્દીઓની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. વાહનવ્યવહારના ધુમાડા અને ઉદ્યોગોના કારણે દિન-પ્રતિદિન બગડી રહેલી આ સ્થિતિ વચ્ચે જો સમયસર યોગ્ય પગલાં નહીં ભરાય, તો આગામી દિવસોમાં અમદાવાદના નાગરિકોએ સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.

આ પણ વાંચો : Surat: સિવિલ હોસ્પિટલના ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં તબીબ અનુજ મહેશ્વરીની ધરપકડ, મહિલા તબીબ નિરાલી વસાવે હજુ ફરાર!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0