Ahmedabad News: ચાંદખેડામાં ફ્લેટ વેચવાના નામે ACBના DIG સાથે 70 લાખથી વધુની ઠગાઈ

Jul 21, 2026 - 20:00
Ahmedabad News: ચાંદખેડામાં ફ્લેટ વેચવાના નામે ACBના DIG સાથે 70 લાખથી વધુની ઠગાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ACB ગુજરાતમાં અધિક નિયામક તરીકે ફરજ બજાવતા પ્રવિણસિંહ લક્ષ્મણસિંહ માલે એક બિલ્ડર દંપતી સામે રૂ.70.25 લાખની ઠગાઈ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદ મુજબ આરોપી અમિત નટવરલાલ જાની અને તેની પત્ની જીજ્ઞાશાબેન અમિતભાઈ જાનીએ વર્ષ 2014થી ફરિયાદી સાથે મિત્રતા અને પારિવારિક સંબંધો કેળવીને વિશ્વાસ સંપાદન કર્યો હતો.ત્યારબાદ ગોદરેજ ગાર્ડન સિટી સ્થિત બેલ્વેડરનો ફ્લેટ વેચાણ દસ્તાવેજથી અપાવવાના બહાને 2014થી 2019 દરમિયાન 61.15 લાખ એડવાન્સ મેળવી લીધા હતા.સંપૂર્ણ રકમ વસૂલી લીધા હોવા છતાં આજદિન સુધી ફ્લેટનો વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવ્યો ન હતો.

70.25 લાખની મસમોટી ઠગાઈ આચરી 

આરોપી બિલ્ડર દંપતીએ વર્ષ 2020થી 2024 દરમિયાન ગ્રીનવુડ સ્કીમના બે પ્લોટ બતાવીને ફરિયાદી પાસેથી વધુ રૂ.9.10 લાખ પણ પડાવી લીધા હતા.સમય જતાં પ્લોટ પણ ન આપતાં અને લીધેલી રકમ પણ પરત ન કરતાં ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.ફરિયાદીએ પોતાની લાલ ડાયરીમાં કોડવર્ડમાં કરાયેલી ચુકવણીની નોંધ સહિતના દસ્તાવેજી પુરાવાઓનો પણ ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.દંપતીએ યોજનાપૂર્વક ફરિયાદી સાથે કુલ રૂ. 70.25 લાખની મસમોટી ઠગાઈ આચરી હતી.

એટ્રોસિટી અંગેનો ગંભીર આક્ષેપ

ફરિયાદમાં એટ્રોસિટી અંગેનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.ફરિયાદી ST સમાજના હોવાની જાણ હોવા છતાં આરોપીઓ દ્વારા તેમની પત્ની અને દીકરી સામે જાતિવાચક અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી અને આદિવાસી ભીલડાઓને મફતમાં ફ્લેટ જોઈએ છે.જેવા અશોભનીય શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા.આથી બંને આરોપીઓ સામે ઠગાઈ,કાવતરું અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. હાલ પોલીસે ફરિયાદના આધારે સાક્ષીઓ અને દસ્તાવેજો ચકાસી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Mahisagar News: વીરપુરના વરધરામાં આધેડનો મૃતદેહ મળતાં ચકચાર, પીએમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0