Ahmedabad News : ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો, શાહીબાગ સરકારી પરિસરના રી-ડેવલપમેન્ટને મળી લીલીઝંડી!

Sep 23, 2026 - 12:00
Ahmedabad News : ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો, શાહીબાગ સરકારી પરિસરના રી-ડેવલપમેન્ટને મળી લીલીઝંડી!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા હાઈપ્રોફાઈલ સરકારી પરિસરના રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને ગુજરાત હાઈકોર્ટે અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે પ્રોજેક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે અને ટેન્ડર પ્રક્રિયા અટકાવવાની માંગ કરતી રજૂઆત ફગાવી દીધી છે. જસ્ટિસ માનસ રંજન પાઠક અને જસ્ટિસ નિખિલ એસ. કરિઅલની ખંડપીઠે આપેલી આ લીલીઝંડી બાદ હવે શાહીબાગ સ્થિત મહત્વપૂર્ણ સરકારી મકાનો અને કચેરીઓના કાયાકલ્પ તેમજ નવીનીકરણનો માર્ગ મોકળો થઈ ગયો છે.

DGP, CP અને મુખ્ય સચિવના નિવાસસ્થાનોનો પ્રોજેક્ટમાં સમાવેશ

શાહીબાગ સરકારી પરિસરના આ વિશાળ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં રાજ્યના ઉચ્ચતમ અધિકારીઓના સત્તાવાર નિવાસસ્થાનોનો સમાવેશ થાય છે. જેમાં રાજ્યના પોલીસ વડા (DGP), અમદાવાદ પોલીસ કમિશનર (CP) તેમજ રાજ્યના મુખ્ય સચિવ (CS)ના સત્તાવાર નિવાસસ્થાનોનું સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવશે. આ બંગલાઓ અને સરકારી આવાસોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરીને નવો લૂક આપવામાં આવશે, જેનાથી આ મહત્વપૂર્ણ પરિસરનું માળખું વધુ સુદૃઢ અને સુરક્ષિત બનશે.

ATS, ACB, સાયબર ક્રાઈમ અને મહત્વની કચેરીઓનો થશે કાયાકલ્પ

માત્ર નિવાસસ્થાનો જ નહીં, પરંતુ રાજ્યની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સાથે જોડાયેલી મહત્વપૂર્ણ તપાસ એજન્સીઓની કચેરીઓનો પણ આ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં સમાવેશ કરાયો છે. જેમાં એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS), સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT), ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ, એન્ટી કરપ્શન બ્યુરો (ACB), ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરિટી (GSLSA) અને ગુજરાત સ્ટેટ લો કમિશનની કચેરીઓનો કાયાકલ્પ કરવામાં આવશે. હાઈકોર્ટના નિર્ણય બાદ હવે આ તમામ વિભાગો હાઈટેક અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કાર્યરત બનશે.

આ પણ વાંચો : Kutch News : ભુજમાં ઋષિ પરંપરા પુનર્જીવિત, રાવલવાડી ગૌશાળામાં પંચગવ્ય સ્નાનનો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો...

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0