Ahmedabad News: ગણેશ પંડાલને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું, મંજૂરી માટે આ તૈયારીઓ કરવી પડશે

Sep 11, 2026 - 07:30
Ahmedabad News: ગણેશ પંડાલને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું, મંજૂરી માટે આ તૈયારીઓ કરવી પડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં ગણેશોત્સવ દરમિયાન મંડપોમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને ફાયર સેફટી અંગે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં ઇમરજન્સી એક્ઝિટથી માંડીને ફાયર એસ્ટિંગવિશર સહિતની સુવિધાઓ ફરજિયાત રાખવાની રહેશે.આ ઉપરાંત, ફાયર એનઓસી હશે તો જ ગણેશ પંડાલને પોલીસ મંજૂરી આપશે. 

મંડપમાં ફિક્સ્ડ પાર્ટિશન નહીં કરી શકાય

ગણેશ મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રક્ચર સહિતની તમામ બાબતોને પોલીસ કમિશનરના જાહેરનામામાં ઉલ્લેખ કરાયો છે. જેમાં સ્કૂલ, હોસ્પિટલ, જ્વલનશીલ પદાર્થોના ગોડાઉન, ભઠ્ઠી, ઇલેક્ટ્રિક સબસ્ટેશન, ટ્રાન્સફોર્મર, હાઇટેન્શન લાઇન તથા રેલવે લાઇનથી દૂર ગણેશ પંડાલ બનાવી શકાશે.ઇમરજન્સી વખતે ફાયર, એમ્બ્યુલન્સ સહિતના વ્હીકલો સરળાથી નીકળી શકે તે માટે રસ્તા ખુલ્લાઓ રાખવાના રહેશે. આ સિવાય,મંડપની ક્ષમતા પ્રમાણે જ પ્રવેશ આપવાનો રહેશે અને વ્યક્તિદીઠ ઓછામાં ઓછી એક ચોરસ મીટર જગ્યા રાખવાની રહેશે. સીટીંગ વ્યવસ્થામાં 10 સે અને 10 બેઠક બાદ ઓછામાં ઓછો 1.5 મીટરનો પેસેજ રાખવો પડશે. મંડપમાં ફિક્સ્ડ પાર્ટિશન નહીં કરી શકાય. 

ઓછામાં ઓછા બે ઇમરજન્સી એક્ઝિટ

પરસ્પર વિરુદ્ધ દિશામાં ઓછામાં ઓછા બે ઇમરજન્સી એક્ઝિટ રાખવાના રહેશે અને બહાર નીકળવાનો ટ્રેવેલિંગ ડિસ્ટન્સ 15 મીટરથી વધુ ન હોવો જોઈએ.મંડપમાં જાહેર સૂચનાઓ માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ ફરજિયાત રહેશે. સ્ટેજની નજીક કે નીચે જ્વલનશીલ પદાર્થોનો સંગ્રહ કરી શકાશે નહીં. LPG સિલિન્ડર, ફટાકડા, રસોઈ સામગ્રી અને ધૂમ્રપાનના સાધનો રાખવા પર પણ પ્રતિબંધ રહેશે.ઇલેક્ટ્રિક વાયરિંગ નિયમો મુજબ કરાવવાનું રહેશે અને સરકારી માન્ય ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પાસે તેની ચકાસણી કરાવવી પડશે. ઉત્સવ દરમિયાન ફાયર એસ્ટિંગવિશર ચલાવવાની તાલીમ ધરાવતા બે વ્યક્તિઓ રાઉન્ડ ધ ક્લોક રાખવાના રહેશે.

આ પણ વાંચોઃ Gandhinagar : જમીનના દસ્તાવેજો માટે હવે લાંબી રાહ નહીં! ‘Same Day Certification’ને મંજૂરી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0