Ahmedabad News : અમદાવાદમાં કે ટ્રાફિકમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ રૂ.1000ની લાંચ લેતા ઝડપાયો, ફરિયાદી પાસે દિવાળી બોનસની કરી માગ

Oct 10, 2025 - 09:00
Ahmedabad News : અમદાવાદમાં કે ટ્રાફિકમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ રૂ.1000ની લાંચ લેતા ઝડપાયો, ફરિયાદી પાસે દિવાળી બોનસની કરી માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આ કામના ફરીયાદી ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે અને જે અમદાવાદ શહેરમાં માલ સામાનના હેર ફેર માટે ભાડેથી ગાડીઓ ચલાવે છે, ગઇ તા.૦૩/૧૦/૨૦૨૫ નારોજ ફરીયાદીના ડ્રાઇવરનો ફોન આવેલ અને કહેલ કે, તેઓએ સીટ બેલ્ટ પહેરેલના હોવાથી ફરીયાદીની આઇસર ગાડી અસલાલી રીંગ રોડ સર્કલ પર પોલીસના માણસોએ રોકેલ, અને આરોપીએ ત્રણ હજારનો સીટ બેલ્ટનો મેમો આપવાનું કહેતા, જેથી ફરીયાદીએ આરોપી સાથે મોબાઇલ ફોનમાં વાતકરી ગાડી છોડવા બાબતે વિનંતી કરતા આરોપીએ રૂબરૂમાં મળવા જણાવેલ હતું.

દિવાળીનું બોનસ આપવું પડશે તેને લઈ લાંચ માગી

ત્યારબાદ આરોપી ફીરીયાદીને ટેલીફોન કરી રૂબરૂમાં મળવા બોલાવતા હતા અને નહીં મળે તો હેરાન કરવાની ગર્ભિત ધમકી આપતા હોવાથી ના છુટકે ફરીયાદી ૩-૪ દીવસ પછી અસલાલી સર્કલ ખાતે જઇ આરોપી કીશોરભાઇને રૂબરૂ મળતા તેઓએ રૂપિયા 1000ની માંગણી કરેલ હતી , ફરીયાદીની પાસે ૬-૭ વાહનો હોવા અંગે અને તે જ રૂટ ઉપર કાયમી ચાલતા હોવાની વાતચીત કરી ફરીયાદીએ તે સમયે રૂ.૧૦૦૦/- આપી દીધેલ હતા, પરંતુ, આરોપીએ તેમની પાસે “દીવાળી બોનસ”ની પણ માંગણી કરતા, ફરીયાદી એ ૧-૨ દીવસ માં આપી દેવાનો વાયદો કરેલ હતો. પરંતુ ફરીયાદી “ દીવાળી બોનસ પેટે “ લાંચની રકમ આપવા માંગતા ના હોઈ એ. સી. બી. નો સંપર્ક કરી ફરિયાદ આપતાં લાંચના છટકા આયોજન કરવામા આવેલ, અને લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી “દિવાળી બોનસ પેટે “ માંગેલ લાંચના રૂ.૧૦૦૦/- સ્વીકારી રંગેહાથે પકડાઈ ગયેલ છે.

ફરીયાદી-એક જાગૃત નાગરીક

આક્ષેપીત : કિશોરભાઇ કાન્તીભાઇ મકવાણા,

પોલીસ કોન્સ્ટેબલ (વર્ગ-૩)

કે ટ્રાફીક પોલીસ સ્ટેશન અમદાવાદ. ટ્રેપ ની તા.૦૯/૧૦/૨૦૨૫

લાંચની માંગણીની રકમઃ- રૂ.૧૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમઃ- રૂ.૧૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમઃ- રૂ.૧૦૦૦/- ટ્રેપનું સ્થળઃ- અસલાલી સર્કલ , કમોડ તરફ આવાના રોડ પર, અસલાલી અમદાવાદ

ટ્રેપીંગ અધિકારી :

ડી.બી.મહેતા, પોલીસ ઇન્સ્પેકટર, ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ), એ.સી.બી. અમદાવાદ તથા એ.સી.બી. સ્ટાફ

મદદમાં : એસ.એન.બારોટ, પોલીસ ઇન્સ્પેકટર, ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ),

એ.સી.બી. અમદાવાદ.

સુપરવિઝન અધિકારી

એ.વી.પટેલ,

મદદનિશ નિયામક

ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ),

એ.સી.બી. અમદાવાદ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0