Ahmedabad News : અમદાવાદના સરખેજમાં નકલી દારૂ બનાવતી ફેકટરી ઝડપાઈ, બોટલમાં લગાવતા હતા બ્રાન્ડેડ દારૂના સ્ટીકર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના સરખેજમાં નકલી દારૂ બનાવતી ફેકટરી ઝડપાઈ છે, ફતેવાડી વિસ્તારમાં ફેક્ટરીમાં નકલી દારૂ બનાવવામાં આવતો હતો અને પોલીસને આ વાતની જાણ થતા તેમણે ફેકટરીમાં રેડ પાડી હતી અને દારૂ ઝડપી લીધો હતો, ફેકટરીમાંથી કેમિકલ, દારૂની ખાલી બોટલો અને ઢાંકણા મળી આવ્યા છે, પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે, છેલ્લા કેટલા સમયથી આ ફેકટરી ધમધમતી હતી તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે, અને દારૂ બનાવીને કયા જિલ્લામાં સપ્લાય કરાતો હતો તેને લઈ પણ તપાસ શરૂ કરાઈ છે.
અમદાવાદમાં સરખેજ પોલીસની મોટી કામગીરી
સરખેજના ફતેહવાડી કેનાલ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવી નકલી ઈંગ્લીશ દારુ બનાવવાની મીની ફેક્ટરી, તો ઘણા સમયથી આ ફેકટરી ધમધમતી હતી તેવી વાત સૂત્રો તરફથી જાણવા મળી છે, પોલીસે હાલમાં ઝડપાયેલ કેમિકલને પણ FSLમાં મોકલી આપ્યો છે, અને ફેકટરીની જગ્યા પોતાની છે કે ભાડાની છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. કેમિકલ્સમાં સ્પિરિટ ભેળવી નકલી દારૂ બનાવાતો હોવાની પણ વાત સામે આવી છે, ત્યારે જોવાનું રહ્યું કે જે કેમિકલ મળી આવ્યું છે તે કેમિકલનો ઉપયોગ ખરેખરમાં શેમાં થતો હતો.
અમદાવાદના શાહપુરમાં પણ અગાઉ એક શખ્સ ઝડપાયો હતો નકલી દારૂ બનાવતા
અમદાવાદના શાહપુરમાં અગાઉ પણ નકલી દારૂ બનાવવામાં આવતો હતો અને એક શખ્સ આ નકલી દારૂ બનાવતો હોવાની વાત સામે આવી હતી, નકલી દારૂ સ્પિરિટમાં ભેળસેળ કરીને બનાવવામાં આવતો હતો, પહેલા તો આપણે એવું સાંભળ્યુ હતુ કે આ જગ્યાએથી દારૂ મળ્યો બુટલેગર પાસેથી પણ હવે તો નકલી ફેકટરી ઝડપાઈ ગઈ છે, ત્યારે પોલીસ આવા ઈસમો સામે લાલઆંખ કરે અને જેલમાંથી બહાર ના આવે તેવી કલમો લગાવે તે જરૂરી બન્યું છે.
વોન્ટેડ આરોપી:- અખ્તર અલી યુસુફ અલી
જાતે સૈયદ ઉવ.૪૬ રહે- ઘર નં.૬૮/૦૬, નાગપુર વોરાની ચાલી, જુલતા મીનારાની સામે ગોમતીપુર અમદાવાદ શહેર હાલ રહે- ઘર નં.૫૮, મોહમદી પાર્ક વિભાગ-૦૧ આઈશા મસ્જીદની સામે ફતેવાડી સરખેજ અમદાવાદ શહેર
What's Your Reaction?






