Ahmedabad News : અમદાવાદ RPFની મોટી કાર્યવાહી, મજૂરી માટે લાવવામાં આવેલા 11 સગીરોના રેસ્ક્યૂ કર્યા

Jul 16, 2025 - 09:30
Ahmedabad News : અમદાવાદ RPFની મોટી કાર્યવાહી, મજૂરી માટે લાવવામાં આવેલા 11 સગીરોના રેસ્ક્યૂ કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર ચલાવવામાં આવી રહેલા "માનવ તસ્કરી વિરોધી" અભિયાન હેઠળ, તારીખ 14.07.2025 ના રોજ સમય 11.30 વાગ્યે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર એક સંયુક્ત ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાનમાં આરપીએફ અમદાવાદના એસઆઈપીએફ ચેતન કુમારે તેમના સ્ટાફ કેશુ ભાઈ ચૌધરી, રમેશ ભાઈ રબારી, નરેન્દ્ર ચૌધરી, રાકેશ સિંહ ચૌહાણ, એનજીઓ ના સ્ટેટ કોઓર્ડીનેટર ઇન્દ્રજીત સિંહ, અમદાવાદ શાખાના અધિક્ષક ઘનશ્યામ પ્રજાપતિ અને બચપન બચાવો આંદોલન (બીબીએ)ના સ્ટેટ કોઓર્ડીનેટર અને પશ્ચિમ ઝોનના નોડલ અધિકારી શીતલ પ્રદીપ અને દામિની પટેલે ભાગ લીધો હતો.

અલગ-અલગ રાજયોમાંથી બાળકો મજૂરી માટે આવ્યા હતા

સંયુક્ત પ્રયાસના ભાગ રૂપે, ટ્રેન નંબર 19436 આસનસોલ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસના અમદાવાદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 07 પર 11.35 વાગ્યે આગમન દરમ્યાન જનરલ ક્લાસ કોચની તપાસ કરવામાં આવી. આ તપાસ દરમિયાન, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળથી મજૂરી માટે લાવવામાં આવેલા 10 છોકરાઓ અને 01 છોકરી સહિત કુલ 11 સગીર બાળકો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા, જેમને રેસ્ક્યૂ કરવામાં આવ્યા. આ કેસમાં કોઈ ધરપકડ કરવામાં આવી નથી. વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી માટે તમામ બાળકોને GRP અમદાવાદને સોંપવામાં આવ્યા છે. પશ્ચિમ રેલવે, અમદાવાદ મંડળ દ્વારા "માનવ તસ્કરી વિરોધી" અભિયાન હેઠળ આ મહત્વપૂર્ણ કાર્યવાહી એક પ્રશંસનીય અને જાગૃતિ-સંવેદનશીલ પહેલ છે, જે બાળ તસ્કરી સામેના નક્કર પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0