Ahmedabad News: PM મોદીના જન્મદિવસનો કાર્યક્રમ હોવાથી બાપુનગરમાં બે દિવસ આ રસ્તો બંધ રહેશે, જાણો કયો છે વૈકલ્પિક માર્ગ

Sep 16, 2025 - 11:30
Ahmedabad News: PM મોદીના જન્મદિવસનો કાર્યક્રમ હોવાથી બાપુનગરમાં બે દિવસ આ રસ્તો બંધ રહેશે, જાણો કયો છે વૈકલ્પિક માર્ગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આવતીકાલે વડાપ્રધાન મોદીનો જન્મ દિવસ છે. જેને લઈને સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બ્લડ ડોનેશન કેમ્પથી લઈને સંગીતના કાર્યક્રમો યોજાશે. ત્યારે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સોનરિયા બ્લોક ગ્રાઉન્ડ ખાતે નમોત્સવ કાર્યક્રમ યોજાશે. જેને લઈને પોલીસે વિવિધ રૂટનું ડાયવર્ઝન આપ્યું છે. પોલીસે વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગની પણ જાહેરાત કરી છે.

બાપુનગરમાં બે દિવસ આ રસ્તો બંધ રહેશે

બાપુનગરમાં નમોત્સવ કાર્યક્રમમાં 150 જેટલા કલાકારો દ્વારા સંગીતનો કાર્યક્રમ યોજાશે. જેમાં મુખ્યમંત્રી સહિતના વીવીઆઈપી લોકોની ઉપસ્થિતિ હોવાને કારણે ટ્રાફિકને અસર થઈ શકે છે. જેથી ટ્રાફિક પોલીસ દ્વારા આ કાર્યક્રમને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. ટ્રાફિક પોલીસે બાપુનગર જનરલ હોસ્પિટલથી સોનરિયા બ્લોક શેઠ સી એલ સ્કૂલ ત્રણ રસ્તા સુધી આવતો જતો માર્ગ વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. જે 17 સપ્ટેમ્બર 2025ના રોજ કાર્યક્રમ પૂરો ના થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.

પોલીસે વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગની પણ વ્યવસ્થા કરી

પોલીસે વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગની પણ વ્યવસ્થા કરી છે. જેમાં સોનરીયા બ્લોક ત્રણ રસ્તાથી રામીની ચાલી સર્કલથી રખિયાલ ચાર રસ્તા તરફ જઈ શકાશે. પ્રકાશ પેટ્રોલ પંપથી લક્ષ્મી નારાયણ સોસાયટી થઈ એસ.બી.આઈ. બેન્ક ત્રણ રસ્તા તરફ જઈ શકાશે.લા.બ.શા.સ્ટેડીયમ થી હરદાસનગર ચાર રસ્તા (લીમડા ચોક) થી ડાબી બાજુ રખિયાલ મચ્છી માર્કેટ તરફ જઇ શકાશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0