Ahmedabad News : AMC ના કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ, દિવાળી પહેલા ચૂકવાશે પગાર અને DA

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તેના કર્મચારીઓ અને પેન્શનરોને તહેવારો પહેલાં મોટી રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપાએ જાહેરાત કરી છે કે આગામી 16 અને 17 તારીખે કર્મચારીઓ અને પેન્શનરોનો પગાર વહેલો ચૂકવી દેવામાં આવશે. આ પગાર અને પેન્શનની ચુકવણી સાથે 58 ટકા મોંઘવારી ભથ્થું (DA) પણ ચૂકવવામાં આવશે, જેનાથી કર્મચારીઓને આર્થિક રીતે મોટો ફાયદો થશે અને તેઓ તહેવારોની ઉજવણી સારી રીતે કરી શકશે.
39,800 લોકોને લાભ અને વિશેષ બોનસ
AMCના આ નિર્ણયથી કુલ 24,800થી વધારે કર્મચારીઓ અને અંદાજે 15,000 જેટલા પેન્શનરોને લાભ મળશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, વર્ગ-4 ના કર્મચારીઓને પગાર અને મોંઘવારી ભથ્થા ઉપરાંત વધારાનું બોનસ પણ ચૂકવવામાં આવશે, જે તેમને તહેવારની ખરીદીમાં મદદરૂપ થશે. મનપાનો આ નિર્ણય કર્મચારીઓના ઉત્સાહમાં વધારો કરશે.
તિજોરી પર 155 કરોડનો બોજો
કર્મચારી હિતના આ નિર્ણયને કારણે અમદાવાદ મનપાની તિજોરી પર મોટો બોજ પડશે. પગાર, પેન્શન, બોનસ અને મોંઘવારી ભથ્થાની એકસાથે ચુકવણીને કારણે મનપા પર અંદાજે 155 કરોડ રૂપિયાનો વધારાનો આર્થિક બોજો પડશે. જોકે, તહેવારો પહેલાં કર્મચારીઓને આ આર્થિક મદદ પૂરી પાડવાનો મનપાનો નિર્ણય આવકારદાયક છે.
What's Your Reaction?






