Ahmedabad News: AMCના અધિકારીઓના પેટ્રોલ એલાઉન્સમાં વધારો, 1 જુલાઈથી નવો દર લાગુ

Jul 4, 2026 - 20:30
Ahmedabad News: AMCના અધિકારીઓના પેટ્રોલ એલાઉન્સમાં વધારો, 1 જુલાઈથી નવો દર લાગુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સમગ્ર દેશમાં વધી રહેલી મોંઘવારીની અસર હવે સામાન્ય જનતાની સાથે-સાથે સરકારી અધિકારીઓ પર પણ જોવા મળી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સરકારી બાબુઓને મોંઘવારી નડતા તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC દ્વારા પોતાના અધિકારીઓને મળતા પેટ્રોલ એલાઉન્સમાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે.

દરરોજના એલાઉન્સમાં થયો વધારો

પેટ્રોલના ભાવમાં સતત થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ આર્થિક રાહત આપવામાં આવી છે. નવા નિર્ણય મુજબ, અધિકારીઓને અત્યાર સુધી મળતા પ્રતિદિન રૂ. 111.94 ના પેટ્રોલ એલાઉન્સના બદલે હવેથી રોજના રૂ. 120 ચૂકવવામાં આવશે.

Ahmedabad News: AMC Increases Petrol Allowance for Officers from July 1

1 જુલાઈથી નવો દર લાગુ

AMC તંત્ર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો અમલ પણ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યો છે. 1 જુલાઈથી જ આ નવો દર સત્તાવાર રીતે લાગુ કરી દેવાયો છે, જેથી ચાલુ મહિનાથી જ અધિકારીઓને વધેલા ભથ્થાનો લાભ મળવા લાગશે. ઉલ્લેખનીય છે કે, ફિલ્ડ વર્ક અને ઓફિશિયલ કામકાજ માટે દોડધામ કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ માટે પેટ્રોલના વધતા ભાવ માથાનો દુખાવો બન્યા હતા, જેમા હવે તંત્રએ આંશિક રાહત આપી છે.


આ પણ વાંચો - Ahmedabadના કુખ્યાત હિસ્ટ્રીશીટર કલીમ પઠાણના 7 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0