Ahmedabad News: AMCએ ગોતા વિસ્તારમાં લીધેલા પાણીના સેમ્પલ થયા ફેઇલ

Jun 8, 2026 - 19:00
Ahmedabad News: AMCએ ગોતા વિસ્તારમાં લીધેલા પાણીના સેમ્પલ થયા ફેઇલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ મ્યુનિસિપાલિટીના ગોતા વોર્ડમાં ગત સપ્તાહે ફેલાયેલા રોગચાળા મામલે તંત્ર દ્વારા લેવામાં આવેલા પાણીના સેમ્પલ તપાસમાં ફેઈલ સાબિત થયા છે. જ્યારે ચોથી અને પાંચમી જૂને લેવામાં આવેલા સેમ્પલ પાસ થયાં છે. તંત્ર દ્વારા ગત ત્રીજી જૂને આકાંક્ષા ફ્લેટ, નવરત્ન એવેન્યૂ અને વર્ધમાન ફ્લેટના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જે અનફીટ સાબિત થયાં છે. આ વિસ્તારમાં પીવાનું પાણી પીવા લાયક નહીં હોવાથી રોગચાળો ફેલાયો હોવાનું સામે આવ્યું છે.  

3 જૂને 14 સેમ્પલ લેવાયા હતા જેમાં 3 સેમ્પલ ફેલ

આ અંગે એએમસીના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ કહ્યું હતું કે, ગોતા વોર્ડમાં પ્રદૂષિત પાણી અંગેની ફરિયાદ મળ્યા બાદ ચોથી જૂનના રોજ 17 જેટલા પાણીના સેમ્પલ લેવાયા હતાં. આ સેમ્પલમાં ક્લોરિનનું પ્રમાણ પણ આવ્યું છે અને હવે આ પાણી પીવાલાયક છે. આ વિસ્તારમાં હવે કોઈ રોગચાળાના કેસ સામે આવ્યા નથી. 3 જૂને 14 સેમ્પલ લેવાયા હતા જેમાં 3 સેમ્પલ ફેલ આવ્યા હતાં. 4 જૂને 17 સેમ્પલ લેવાયા જેમાં તમામ સેમ્પલ પાસ થયા છે. 5 અને 6 જૂને લીધેલા સેમ્પલ ફિટ છે. 

300 જેટલા લોકો બીમાર પડ્યા હતા

ઉલ્લેખનીય છે કે શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં પણ તાજેતરમાં કેટલીક સોસાયટીઓમાં પ્રદૂષિત પાણીને કારણે રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ નોંધ લીધી હતી. પ્રદૂષિત પાણીને કારણે ઘાટલોડિયા વિસ્તારમાં રોગચાળામાં વધારો થયો હતો. આકાંક્ષા ફ્લેટ અને આસપાસની સોસાયટીઓમાં 300 જેટલા લોકો બીમાર પડ્યા હતા.

આ પણ વાંચોઃVIRAL VIDEO : 70 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન, એરપોર્ટ પર સીડી સહિતના સાધનો આપોઆપ ખસ્યા, જાણો પછી શું થયુ?



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0