Ahmedabad News: હાઇકોર્ટે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની સજા રદ કરવા અંગેની અરજી ફગાવી

Jun 15, 2026 - 21:30
Ahmedabad News:  હાઇકોર્ટે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની સજા રદ કરવા અંગેની અરજી ફગાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પોપ્યુલર બિલ્ડર રમણ પટેલે ચેખલા જમીન કૌભાંડ કેસમાં થયેલી સજા રદ કરવા અંગેની અરજી ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. રમણ પટેલને ખોટા દસ્તાવેજના કેસમાં સાણંદની કોર્ટે ગત વર્ષે ચાર વર્ષની સજા ફટકારી હતી. કોર્ટના ચુકાદાને રમણ પટેલે વડી અદાલતમાં પડકાર્યો હતો. જેમાં તેણે કરેલી અરજીમાં તેને થયેલી સજા રદ કરવા માટેની દાદ માંગવામાં આવી હતી જ્યારે કોર્ટના ચુકાદા પર સ્ટેની માગ કરાઈ હતી. કોર્ટે રમણ પટેલની બંને અરજીઓ ફગાવી દેતા તેની મુશ્કેલીમાં વધારો થયો છે.  

પોપ્યુલર બિલ્ડર રમણ પટેલને HCનો ઝટકો

પોપ્યુલર બિલ્ડર રમણ પટેલે સાણંદના ચેખલા ગામમાં બોગસ દસ્તાવેજના આધારે જમીન પચાવી પાડી હતી. જેમાં તેને સેશન્સ કોર્ટે ચાર વર્ષની સજા અને દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. રમણ પટેલે નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા માટે મામલતદારનો બનાવટી હુકમ તૈયાર કર્યો હતો જેના દ્વારા આખી જમીન કબજે લીધી હતી. જેથી સરકારી દસ્તાવેજો સાથે ચેડાં અને ઠગાઈની તેની સામે ફરિયાદ કરાતા તેની ધરપકડ કરવામાં આવી હતી.  

અપીલ ઝડપી પૂર્ણ કરવા સૂચના અપાઈ

રમણ પટેલે હાઈકોર્ટમાં કરેલી અરજીમાં તેની ઊંમર અને બિમારી હોવાનો ઉલ્લેખ કરી સજા રદ કરવા માગ કરી હતી. બીજી તરફ સરકાર દ્વારા એવી દલીલ કરાઈ હતી કે, આરોપી સામે જમીન પચાવી પાડવાના અનેક ગુના નોંધાયા છે. તેની રાજકીય વગ છે અને જમીન સંબંધિત 10 કરતાં વધુ ગુના તેની સામે નોંધાયા છે. જેથી કોર્ટે સરકારની દલીલો સાંભળીને રમણ પટેલની સજા રદ કરવા અને કોર્ટના ચુકાદાનો સ્ટે આપવા અંગેની અરજી ફગાવી દીધી હતી. અપીલ ઝડપી પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી. 


આ પણ વાંચોઃ Gujarat Farmer Protest Explainer : કેમ ખેડૂતો ટ્રેક્ટરો લઈને ગાંધીનગર સુધી પહોંચ્યા, જાણો શું છે આખા આંદોલનનો મુખ્ય મુદ્દો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0