Ahmedabad News: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને ઝટકો, PMLA કેસમાં જામીન અરજી ફગાવી

Jun 30, 2026 - 19:30
Ahmedabad News: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને ઝટકો, PMLA કેસમાં જામીન અરજી ફગાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામેના કથિત કૌભાંડ કેસમાં ગુજરાત હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે.કોર્ટે PMLA કેસમાં રાજેન્દ્ર પટેલની જામીન અરજી ફગાવી દેતા તેમને હાલ જેલમાં જ રહેવું પડશે.કોર્ટે પોતાના અવલોકનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે,જે અધિકારીઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે તેઓ જામીન મેળવવા માટે પાત્ર ગણી શકાય નહીં. સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી રજૂઆત પર હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી. 

કોર્ટમાં EDની ધારદાર દલીલ

EDએ કોર્ટ સમક્ષ ચોંકાવનારા પુરાવા રજૂ કરતા દાવો કર્યો હતો કે,રાજેન્દ્ર પટેલે તપાસની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવા અને પુરાવાનો નાશ કરવા માટે ગૂગલ સર્ચ કર્યા હતા.આ પ્રકારની હરકતો તેમની ગુનાહિત માનસિકતા અને પુરાવાઓ સાથે ચેડાં કરવાની કોશિશ દર્શાવે છે.તપાસ એજન્સીએ વધુમાં ખુલાસો કર્યો હતો કે, પૂર્વ કલેક્ટરના મોબાઈલ ફોનમાંથી 800થી વધુ ફોટા મળી આવ્યા છે. જે ગેરરીતિઓ તરફ ઈશારો કરે છે.આ ડિજિટલ પુરાવાઓ કેસની તપાસમાં મહત્વની કડી બની રહ્યા છે.

PMLA કેસમાં જામીન અરજી ફગાવી

હાઈકોર્ટે EDની આ દલીલોને ધ્યાનમાં રાખ્યા હતાં, કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે,આરોપી સામેના આરોપો ગંભીર છે અને તપાસ હજુ પણ મહત્વના તબક્કે હોવાથી તેમને મુક્ત કરવા યોગ્ય નથી.જાહેર હોદ્દા પર બેઠેલી વ્યક્તિ જ્યારે સત્તાનો દુરુપયોગ કરે છે ત્યારે સમાજમાં ન્યાય પ્રત્યેની આસ્થા ડગે છે. સત્તાનો દુરુપયોગ કરનાર વ્યક્તિ જામીન મેળવવા માટે હકદાર નથી.


આ પણ વાંચોઃ Ahmedabad News: મેરેજ સર્ટિફિકેટ ભલે હોય પણ સાત ફેરાની વિધિ વિના હિન્દુ લગ્ન અમાન્ય : ગુજરાત હાઈકોર્ટ



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0