Ahmedabad News: શાહીબાગમાં યુવકની હત્યાના કેસમાં પરિવારના ચાર સભ્યો સહિત આરોપીને આજીવન.કારાવાસ

Jul 15, 2025 - 00:30
Ahmedabad News: શાહીબાગમાં યુવકની હત્યાના કેસમાં પરિવારના ચાર સભ્યો સહિત આરોપીને આજીવન.કારાવાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરના શાહીબાગ વિસ્તારમાં 21 વર્ષીય યુવકની અગાઉના ઝઘડાની અદાવતમાં ઓક્ટોબર 2021માં હત્યા કરવામાં આવી હતી.

આ કેસમાં સેશન્સ કોર્ટના અધિક સેશન્સ જજ પરિમલ પી. પટેલે એક જ પરિવારના ચાર સભ્યો સહિત છ આરોપીઓને ગુનેગાર ઠરાવીને આજીવન કેદની સજા અને દંડ ફ્ટકાર્યો છે. સજા પામેલા આરોપીઓમાં કેશાજી ઉર્ફે સીતારામ પ્રભુજી ભીલ, જ્યોત્સનાબહેન કેશાજી ભીલ, કમલેશ ઉર્ફે કલ્પેશ કેશાજી ભીલ, સુરેશ ઉર્ફે ભાઉ કનૈયાલાલ ભીલ, ચેતન કેશાજી ભીલ અને મનીષ પ્રભુરામ મીણાનો સમાવેશ થાય છે. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ પહેલેથી હથિયારો ધારણ કરી મરણ જનારને એકથી વધુ ઈજાઓ કરતા મોત નિપજાવ્યાનું પુરવાર થયું છે. આરોપીઓએ સાપરાધ મનુષ્યવધનો ગંભીર ગુનો કર્યો છે. સમાજમાં દાખલો બેસાડવા માટે અને લોકોની સલામતી માટે પણ સજા કરવી ન્યાયિક જણાય છે. આરોપીઓની વર્તણૂંકને પણ સહેલાઈથી લઈ શકાય નહીં. પ્રસ્તુત કેસ રેર ઓફ ધી રેરની શ્રોણીમાં પડતો ન હોવાનું જણાઈ આવે છે જેથી કેપિટલ પનીશમેન્ટ ન કરતા કાયદામાં ઠરાવ્યા મુજબની સજા કરવી ન્યાયોચિત જણાય છે.

શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતો 21 વર્ષીય રિતીક 7 ઓક્ટોબર 2021ના રોજ જોગણી માતાના મંદિર પાસે ઉભો હતો. ત્યારે અગાઉના ઝઘડાની અદાવત રાખી ત્યાં કેશાજી ભીલ સહિત છ લોકો આવ્યા હતા અને ઝઘડો કર્યો હતો. ત્યારબાદ લાકડી સહિતના હથિયારથી રિતીક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. યુવકને સિવિલ લઇ જવામાં આવ્યો જ્યાં તેનુ મોત નિપજ્યું હતું. આ મામલે મૃતકના પરિવારે શાહીબાગ પોલીસ મથકમાં કેશાજી ઉર્ફે સીતારામ પ્રભુજી ભીલ, જ્યોત્સનાબહેન કેશાજી ભીલ, કમલેશ ઉર્ફે કલ્પેશ કેશાજી ભીલ, સુરેશ ઉર્ફે ભાઉ કનૈયાલાલ ભીલ, ચેતન કેશાજી ભીલ અને મનીષ પ્રભુરામ મીણા સામે ફ્રિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની તબક્કાવાર ધરપકડ કરી હતી.પોલીસે તપાસ કરી છ આરોપીઓ સામે ચાર્જશીટ કરી હતી.

આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા સરકારી વકીલ ભાવેશ પટેલે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીઓએ યુવકની હત્યા કરી હોવાના ફ્રિયાદ પક્ષના કેસને સમર્થન મળે છે. આરોપીઓને ફ્રિયાદી સહિતના સાક્ષીઓએ ઓળખી બતાવ્યા છે. આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે. આવા કિસ્સા વધી રહ્યા છે ત્યારે આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીઓને સખ્તમાં સખ્ત સજા કરવી જોઇએ. બીજી તરફ્ આરોપીઓ તરફે ઓછી સજા કરવા અને દયા દાખવવા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે તમામ છ આરોપીઓને ગુનેગાર ઠરાવીને આજીવન કેદની સજા ફ્ટકારી જેલમાં મોકલી આપવા આદેશ કર્યો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0