Ahmedabad News: શહેરમાં બે પાર્ટી પ્લોટમાં ગરબા રમતા ચાર વિધર્મી પકડાયા, ચારેયને પોલીસને સોંપાયા

Oct 16, 2026 - 13:00
Ahmedabad News: શહેરમાં બે પાર્ટી પ્લોટમાં ગરબા રમતા ચાર વિધર્મી પકડાયા, ચારેયને પોલીસને સોંપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ગરબા મહોત્સવમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સર્જાય તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજી તરફ પાર્ટી પ્લોટના ગરબામાં વિધર્મીઓના પ્રવેશને અટકાવવા માટે હિન્દુ સંગઠનો દ્વારા અનેક વખત જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે જાણીતા સિંગર આદિત્ય ગઢવીના ગરબા કાર્યક્રમમાં વીએચપી દ્વારા જાહેરાત કરાઈ હતી કે, જો કોઈ વિધર્મી માણસ અહીં હોય તો તે તાત્કાલિક બહાર નીકળી જાય. પરંતુ હવે શહેરના બે વિસ્તારોમાં ગરબા મહોત્સવમાં પહોંચેલા બે વિધર્મી લોકોને બજરંગદળના કાર્યકરો દ્વારા પકડી પાડવામાં આવ્યા હતાં. 

વસ્ત્રાલના ગરબા પ્લોટમાં લઘુમતી કોમના બે યુવકો ઝડપાયા

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલના એક ગરબા પ્લોટમાં લઘુમતી કોમના બે યુવકો પ્રવેશી જતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. ત્યાં હાજર રહેલા બજરંગ દળના સભ્યોને આ શખ્સોની વર્તણૂક પર શંકા ઉપજી હતી.જેને પગલે બજરંગ દળના સભ્યોએ બંને યુવકોને રોકીને ઓળખપત્ર બતાવવા જણાવ્યું હતું.ઓળખપત્રની તપાસ દરમિયાન બંને યુવકો અન્ય કોમના હોવાનો દાવો કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હતો.આ દરમિયાન સ્થળ પર ભારે હોબાળો મચ્યો હતો અને ઝડપાયેલા બંને યુવકોને સ્થળ પર માર પણ મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.ત્યારબાદ પરિસ્થિતિ વણસે તે પહેલાં બંને યુવકોને કાયદેસર કાર્યવાહી માટે તાત્કાલિક રામોલ પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા જ્યાં પોલીસે આ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મણીનગરમાં પણ ગોકુલ પાર્ટીપ્લોટમાં બે યુવકો ઘૂસ્યા હતા 

બીજી તરફ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા ગોકુલ પાર્ટી પ્લોટમાં પણ આવી જ ઘટના સામે આવી હતી.ગોકુલ પાર્ટી પ્લોટમાં લઘુમતી કોમના બે યુવકો પ્રવેશીને ગરબા રમી રહ્યા હતા.તે દરમિયાન ત્યાં ઉપસ્થિત બજરંગ દળના કાર્યકર્તાઓને શંકા જતાં તેઓએ યુવકોના આઈડી ચેક કર્યા હતા.ઓળખપત્રની તપાસમાં બંને યુવકો લઘુમતી કોમના હોવાનું સામે આવતાં તેમને ઝડપી લેવાયા હતા.ત્યારબાદ પકડાયેલા બંને યુવકો સામે કાર્યવાહી માટે મણિનગર પોલીસને સોંપાયા હતા. આમ,બંને સ્થળોએ બજરંગ દળે યુવકોને પકડી પોલીસ હવાલે કર્યા છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે બ્રાહ્મણ સમાજને અપશબ્દો કહ્યાનો આક્ષેપ, ઓડિયો વાયરલ થયો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0