Ahmedabad News : શહેરમાં પ્રથમ વરસાદમાં રોડ ધોવાઈ ગયા, ખાડાને કારણે અકસ્માતનો ભય વધ્યો

Jul 5, 2026 - 11:30
Ahmedabad News : શહેરમાં પ્રથમ વરસાદમાં રોડ ધોવાઈ ગયા, ખાડાને કારણે અકસ્માતનો ભય વધ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ચોમાસા પૂર્વેના તંત્રના પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ ખોખલા સાબિત થયા છે. શહેરના વંદે માતરમ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ અને રસ્તાની ગુણવત્તાના અભાવે મુખ્ય માર્ગ જ બેસી ગયો છે. રસ્તો ધસી પડવાને કારણે એક કાર આકસ્મિક રીતે ખાડામાં ગરકાવ થઈ ગઈ છે. ચોમાસાના પ્રથમ વરસાદમાં જ રસ્તાઓની આ દયનીય અને જોખમી હાલત તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે. રસ્તો બેસી જવાથી વાહનચાલકો માટે અહીંથી પસાર થવું જોખમી બન્યું છે. જેના કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના ઘટવાની ભીતિ સેવાઈ રહી છે. 

ગોતા વિસ્તારમાં રોડ ધોવાઈ ગયો

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં રોડની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. જેમાં ખાસ કરીને ગોતા વિસ્તારમાં રોડ ધોવાઈ જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઠેર-ઠેર પડેલા મોટા ખાડાઓને કારણે રોડ છે કે ખાડા, તે ઓળખવું પણ મુશ્કેલ બન્યું છે. જેના લીધે અકસ્માતનું જોખમ અનેકગણું વધી ગયું છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા રોડ મજબૂતીના તમામ દાવાઓ પ્રથમ વરસાદમાં જ પોકળ સાબિત થયા છે.વરસાદ તો બંધ થયો છે પણ પાણી ભરાયેલા છે. ત્રાગડ પાસે પાણી ભરાયા છે. પાણીમાં થઈને વાહનો પસાર થઈ રહ્યાં છે. પાણી નિકાલની વ્યવસ્થા ના હોવાથી સમસ્યા સર્જાઈ છે. 

અંડરપાસ બંધ કરી દેવાની ફરજ પડી

NFD સર્કલ પાસે પણ પરિસ્થિતિ ગંભીર જોવા મળી છે, જ્યાં રસ્તો બેસી જતાં એક ગાડી તેમાં ફસાઈ ગઈ હતી. રસ્તાની બાજુમાં આવેલી ડ્રેનેજ લાઇન બેસી જવાથી સ્થિતિ વધુ વણસી છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અવરજવર માટે રસ્તો કપાઈ જતાં, લોકોને ઘરે પહોંચવા માટે લાકડાના ટેકા મૂકીને પસાર થવાની ફરજ પડી છે. આ ઉપરાંત, રાત્રિ દરમિયાન પડેલા વરસાદને કારણે કાળીગામ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે, જેને પગલે વાહનચાલકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા અંડરપાસ બંધ કરી દેવાની ફરજ પડી છે.


આ પણ વાંચોઃ Gujarat Weather: રાજ્યમાં આગામી એક કલાક ભારે, 6 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0