Ahmedabad News: શહેરમાં ચાર સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ, પોલીસે ચેકિંગ શરૂ કર્યું

Sep 10, 2026 - 11:30
Ahmedabad News: શહેરમાં ચાર સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ, પોલીસે ચેકિંગ શરૂ કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી ઝાયડસ સ્કૂલ અને બોપલની DPS સ્કૂલને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.ધમકી મળ્યાની સાથે જ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્વરિત શાળાને ખાલી કરાવી લેવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે રજા આપીને સુરક્ષિત રીતે ઘર તરફ મોકલી દેવાયા હતા.ઘટનાની ગંભીરતાને જોઈને બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ, ફાયર વિભાગ અને વેજલપુર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને શાળાના પરિસરમાં સઘન તપાસ હાથ ધરી છે.ગાંધીનગરની કોર્ટમાં પણ બોમ્બની ધમકી મળતાં પોલીસ દોડતી થઈ છે. 

થલતેજની ઉદગમ અને ગોધાવીની સ્કૂલને પણ ધમકી મળી

અમદાવાદના વેજલપુરમાં સ્થિત ઝાયડસ સ્કૂલ સહિત બોપલની ડીપીએસ સ્કૂલને પણ બોમ્બની ધમકીઓ મળી છે. ઈમેલ ચેક કરતાની સાથે જ ધમકી ભર્યો મેસેજ મળતાં જ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગોધાવીની ઝાયડસ સ્કૂલ અને થલતેજની ઉદગમ સ્કુલનો પણ બોમ્બથી ઉડાવાની ધમકીઓ મળી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ચેકિંગ શરૂ કર્યું છે. વારંવાર આવી રહેલી આવી ધમકીઓને પગલે બાળકો અને વાલીઓમાં ભય ફેલાયો છે. સ્કૂલોમાં જેમ જેમ ઈમેલ ચેક થતા રહેશે તેમ તેમ ધમકી મળ્યાના આંકડા વધતા રહેશે તેવું પોલીસ સુત્રો જણાવી રહ્યાં છે.  બીજી તરફ ગાંધીનગર કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે અને પોલીસના કાફલાએ તાત્કાલિક પહોંચીને તપાસ શરૂ કરી છે.

અમદાવાદ અને સુરત કોર્ટને બોમ્બની ધમકીના કેસમાં 2 ઝડપાયા

તાજેતરમાં અમદાવાદ અને સુરતની કોર્ટને લક્ષ્ય બનાવીને RDX વડે બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકી આપતો ઈમેલ કરવામાં આવ્યો હતો. આ ધમકીના કારણે સુરક્ષા એજન્સીઓ, બોમ્બ સ્ક્વોડ અને પોલીસ કાફલો તુર્ત જ હરકતમાં આવી ગયો હતો અને કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાયબર ક્રાઈમે ઈમેલના IP એડ્રેસના આધારે તપાસ તેજ કરી હતી.સાયબર ક્રાઈમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે ત્વરિત કાર્યવાહી કરીને તામિલનાડુના ચેન્નાઈ શહેર ખાતેથી 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: નેપાળ પૂર દુર્ઘટનામાં ગુમ થયેલા ગુજરાતીઓની ઓળખ માટે DNA સેમ્પલિંગ પ્રક્રિયા પૂર્ણતાના આરે

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0