Ahmedabad News: લાઉડ સ્પીકરના ઊંચા અવાજે શેરી ગરબા ના થાય. DJની પરવાનગી લેવી જરૂરી: હાઈકોર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં તહેવારોના સમયમાં ધ્વનિ પ્રદૂષણ પણ વધી રહ્યું છે.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રીપોર્ટમાં રાજ્યમાં દિવાળી અને નવરાત્રી દરમિયાન ધ્વનિ પ્રદૂષણ વધ્યું હોવાની વિગતો બહાર આવી છે.રાજ્યમાં નાના અને મોટા શહેરોમાં નવરાત્રી અને દિવાળી દરમિયાન સામાન્ય કરતાં બમણો અવાજ થાય છે. રાજ્ય સરકારે ધ્વનિ પ્રદૂષણ અંગે એક પોલિસી બનાવી છે. આ પોલિસીની રાજય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરી છે.
ધ્વનિ પ્રદૂષણને લઈને હાઈકોર્ટમાં અરજી
ગુજરાતમાં ધ્વનિ પ્રદૂષણને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણીમાં અરજદારે રજૂઆત કરી હતી કે, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સાયલન્ટ ઝોન હોવા છતાં 200થી વધુ ડીજે અંગેની પરમિશન આપવામાં આવી હતી. આ વિસ્તારમાં એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, હોસ્ટેલ અને હોસ્પિટલ આવેલી છે તેમ છતાં પરમિશન આપવામાં આવી છે.
ડીજેના કારણે અકસ્માત સર્જાય છે
હાઈકોર્ટે કહ્યું હતું કે, મોટા શહેરોમાં રસ્તા પર 20 ફુટના DJ છતાં કાર્યવાહી કરાતી નથી. ડીજેના કારણે અકસ્માત સર્જાય છે. કોર્ટે ટકોર કરતાં કહ્યું હતું કે, હકિકત એવી છે કે, પોલીસ ચોકીથી એક કોન્સ્ટેબલ દ્વારા ઓથોરિટી આપવામાં આવે છે. પરંપરાગત શેરી ગરબા શ્રેષ્ઠ છે તેના પર વાંધો નથી. વધારે પડતા વોલ્યુમ સાથે શેરી ગરબા ના યોજી શકાય. શેરી ગરબામાં ડીજેની પરવાનગી લેવી જરૂરી છે.ડીજેના ન્યુસન્સથી બારીઓ ધ્રુજે છે. છેલ્લા ત્રણ વર્ષથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સરકાર દ્વારા ધ્વનિ પ્રદૂષણ અંગે એક પોલિસી તૈયાર કરવામાં આવી
નવરાત્રિ પહેલા રાજ્ય સરકાર દ્વારા ધ્વનિ પ્રદૂષણ અંગે એક પોલિસી તૈયાર કરવામાં આવી છે. આ પોલિસીને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી છે. આ પોલિસી પ્રમાણે કોઈપણ સભા કે સરઘસ અંગે આયોજકે મંજૂરી લેવી ફરજિયાત છે. ડીજે અને લાઉડ સ્પીકર માટે અલગથી મંજૂરી લેવી પડશે. રાજ્યમા જિલ્લા કલેક્ટર દર વર્ષે સાયલેન્ટ ઝોન જાહેર કરશે. આ નિયમોનુ કલેક્ટર અને પોલીસ કમિશનર પાલન કરાવશે.
What's Your Reaction?






