Ahmedabad News : રક્ષાબંધનનાં તહેવારમાં પોસ્ટ વિભાગમાં નવા સોફ્ટવેર ATP 2થી લોકો પરેશાન

Aug 5, 2025 - 14:00
Ahmedabad News : રક્ષાબંધનનાં તહેવારમાં પોસ્ટ વિભાગમાં નવા સોફ્ટવેર ATP 2થી લોકો પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે પણ લોકો પોસ્ટ વિભાગ પર એટલો જ ભરોસો કરે છે જેટલો પહેલા કરતા હતા, પરંતુ હાલના આ ટેક્નોલેજીના યુગમાં પોસ્ટ વિભાગમાં નવા સોફ્ટવેર ATP 2થી લોકો પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદમાં લોકોને નાણાંકીય વ્યવહારમાં ભારે હાલાકી પડી રહી છે. નવી એપ્લિકેશનના પ્રારંભિક લેવલે શરુ થતા જ સર્વરની સમસ્યા સામે આવી છે. નવરંગપુરા પોસ્ટ ઓફિસમાં ઓવરટાઈમની વ્યવસ્થા કરાઈ છે તેમાં 2ની જગ્યાએ 5 કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે.

2ની જગ્યાએ 5 કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી

ઇન્ડિયન પોસ્ટમા નવા સોફ્ટવેર ATP 2 ના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. ભારતભરની પોસ્ટ ઓફિસના એક જોડાણ માટે ઇન્ડિયન પોસ્ટે પોતાની એપ્લિકેશન બનાવી છે. અગાઉ પડતી મુશ્કેલીઓ અને નાણાકીય વ્યવહારમા થતી અડચણોથી રાહત મળે તે માટે બનાવવામાં આવી છે. જો કે નવી એપ્લિકેશન પ્રારંભિક લેવલે શરુ થતા સર્વરની સમસ્યાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. લોકોને પડતી મુશ્કેલી સામે નવરંગપુરા પોસ્ટ ઓફિસ દ્રારા કામગીરી વધારી છે. પહેલા રહેતા 2 કાઉન્ટરની સરખામણીએ 5 કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે.

7 ઓફિસર્સને ઓવરટાઈમ માટેની જવાબદારી સોંપાઈ

નવરંગપુરા પોસ્ટ ઓફિસના ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રક્ષાબંધન તહેવારને લઈને પોસ્ટઓફિસમાં 7 ઓફિસર્સને ઓવરટાઈમ માટેની જવાબદારી સોંપાઈ છે, રક્ષાબંધનના કારણે પોસ્ટ વધુ આવી રહી છે તેમજ ચાલુ વર્ષે 1000ની સામે રક્ષાબંધનમાં 1,600 પોસ્ટ આવે છે જેને પહોંચી વળવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0