Ahmedabad News: નારોલ પોલીસની મોટી કાર્યવાહી, 3 કિલો ગાંજા સાથે બે ઝડપાયા

Jun 5, 2026 - 23:30
Ahmedabad News: નારોલ પોલીસની મોટી કાર્યવાહી, 3 કિલો ગાંજા સાથે બે ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશનની ટીમે એક પ્રશંસનીય કામગીરી કરતા નારોલ વિસ્તારમાંથી નશીલા પદાર્થના જથ્થા સાથે બે પરપ્રાંતીય આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આશરે 3 કિલો ગાંજો જપ્ત, કિંમત 1.49 લાખ

નારોલ પોલીસને ચોક્કસ અને ખાનગી બાતમી મળી હતી કે, કેટલાક શખ્સો નશીલા પદાર્થની હેરાફેરી કરવા માટે નારોલ વિસ્તારમાં આવવાના છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવીને વિસ્તારમાં ચુસ્ત વોચ ગોઠવી દીધી હતી. શંકાસ્પદ હિલચાલ જણાતા પોલીસે બે શખ્સોને રોકીને તેમની તલાશી લેતા તેમની પાસેથી 2 કિલો 990 ગ્રામ (આશરે 3 કિલો) ગેરકાયદેસર ગાંજો મળી આવ્યો હતો. આ જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત અંદાજિત રૂપિયા 1.49 લાખ હોવાનું સામે આવ્યું છે.


1.60 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓ મૂળ બિહારના

પોલીસે નશીલા પદાર્થના જથ્થા ઉપરાંત આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 1.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના હાથે ઝડપાયેલા બંને આરોપીઓ મૂળ બિહાર રાજ્યના રહેવાસી હોવાનું પૂછપરછમાં સામે આવ્યું છે. રોજગારી મેળવવાના બહાને અમદાવાદ આવીને તેઓ આ કાળા કારોબારમાં ધકેલાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.


NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ તેજ કરાઈ

સમગ્ર મામલે નારોલ પોલીસે પકડાયેલા બંને આરોપીઓ વિરૂદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની ધરપકડ કરી છે. આ નશીલા પદાર્થનો જથ્થો તેઓ ક્યાંથી લાવ્યા હતા? રેલવે માર્ગે લાવ્યા હતા, કે રોડ માર્ગે? અને અમદાવાદમાં આ જથ્થો કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરી છે. આ નેટવર્ક પાછળ અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે તેની કડીઓ મેળવવા માટે પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો - Ahmedabad News: હાંસલપુર ચોકડી પાસેથી ટ્રેલરમાં છુપાવેલો 47.82 લાખનો વિદેશી દારૂ ઝડપાયો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0