Ahmedabad News: ક્રાઈમ બ્રાન્ચની સફળતા, રામોલ પોલીસ સ્ટેશનનો વોન્ટેડ આરોપી સમીર ઉર્ફે સેમર બહેરામપુરાથી ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગંભીર ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચે રામોલ પોલીસ સ્ટેશનના એક વોન્ટેડ આરોપીને બહેરામપુરા વિસ્તારમાંથી દબોચી લેવામાં સફળતા મેળવી છે.
બહેરામપુરા એસ.ટી. ડેપો પાસે થી ઝડપાયો
મળતી વિગતો મુજબ, રામોલ પોલીસ મથકે નોંધાયેલા મારામારી અને રાયોટિંગના ગંભીર ગુનામાં સમીર ઉર્ફે સેમર મુસ્તુફા શેખ લાંબા સમયથી ફરાર હતો. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી બહેરામપુરા એસ.ટી. ડેપો પાસે હાજર છે, જેના આધારે વોચ ગોઠવી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
અન્ય પોલીસ મથકોમાં પણ નોંધાયેલા છે ગુનાઓ
ઝડપાયેલો આરોપી સમીર રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. તેની વિરુદ્ધ માત્ર રામોલ જ નહીં, પરંતુ દાણીલીમડા, ગાયકવાડ હવેલી અને વટવા પોલીસ સ્ટેશનમાં પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગુનાખોરીની દુનિયામાં સક્રિય એવો આ આરોપી પોલીસને સતત હાથતાળી આપી રહ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને રામોલ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ ધરપકડથી અનેક ગુનાઓના ભેદ ઉકેલાવાની પણ શક્યતા જોવા મળી રહી છે.
આ પણ વાંચો - Ahmedabadમાં વાડજ પોલીસને થાપ આપી પોક્સોનો આરોપી ફરાર, મેડિકલ તપાસ બાદ પોલીસ સ્ટેશનના દરવાજેથી જ છૂ મંતર!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

