ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: ગુજરાત હાઈકોર્ટ

Jun 18, 2026 - 02:30
ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: ગુજરાત હાઈકોર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Illegal Resorts Hotels Running Gir border: ગુજરાત હાઈકોર્ટમાં સિંહોના સંરક્ષણ અને ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો અંગેની સુઓમોટો જાહેરહિતની અરજી (PIL) પર આજે મહત્ત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ હતી. ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ સુનાવણી દરમિયાન અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કલેક્ટરો દ્વારા વ્યક્તિગત સોગંદનામા રજૂ કરવામાં આવ્યા હતા. આ સોગંદનામામાં ગીર વિસ્તારમાં ચાલતા હોસ્પિટાલિટી યુનિટ્સમાં વ્યાપક સ્તરે કાયદાકીય ગેરરીતિઓ થતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કડક વલણ અપનાવતા ટકોર કરી હતી કે, "બફર ઝોનમાં પબ્લિકનો પ્રવેશ પ્રાણીઓ માટે જોખમી છે, તેથી ત્યાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. એશિયાટિક સિંહ આપણું ગૌરવ છે."

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0