Ahmedabad News: કાંકરિયા તળાવમાં કૂદીને મહિલાએ કરી આત્મહત્યા

May 23, 2026 - 21:30
Ahmedabad News: કાંકરિયા તળાવમાં કૂદીને મહિલાએ કરી આત્મહત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના ઐતિહાસિક અને પ્રખ્યાત પર્યટન સ્થળ કાંકરિયા તળાવમાંથી વધુ એક આત્મહત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતા એક 50 વર્ષીય આધેડ મહિલાએ કાંકરિયા તળાવમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ચકચારી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મહિલાએ પગલું ભરતા પહેલા પોતાના પતિને ફોન કર્યો હોવાની કડી મળી છે, જેને આધારે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ઓઢવના રસિલાબેન પંચાલ તરીકે થઈ ઓળખ

ઘટનાની મળતી માહિતી અનુસાર, કાંકરિયા તળાવમાં એક મહિલાનો મૃતદેહ તરતો હોવાની જાણ થતાં આસપાસના સુરક્ષાકર્મીઓ અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સેવામાં આવી મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક મહિલાની ઓળખ ઓઢવ વિસ્તારમાં રહેતા 50 વર્ષીય રસિલાબેન પંચાલ તરીકે થઈ છે. મહિલા ઘરેથી કાંકરિયા પહોંચી હતી અને અચાનક તળાવના ઊંડા પાણીમાં કૂદી ગઈ હતી.

આત્મહત્યા પહેલા પતિને કર્યો હતો ફોન

આ સમગ્ર મામલામાં એક મોટો ખુલાસો એ થયો છે કે, રસિલાબેને તળાવમાં મોતની છલાંગ લગાવતા પહેલા પોતાના પતિને મોબાઈલ ફોન પર સંપર્ક કર્યો હતો. ફોન પર શું વાતચીત થઈ હતી અને તેમણે આ આત્યંતિક પગલું કેમ ભર્યું તે અંગે હજુ સુધી સત્તાવાર વિગતો બહાર આવી શકી નથી. પત્નીના મોતના સમાચાર મળતા જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે અને પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયું છે.

મણીનગર પોલીસે હાથ ધરી તપાસ

ઘટના અંગે મણીનગર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો. પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. આત્મહત્યા પાછળ કૌટુંબિક કલેશ જવાબદાર છે કે, કોઈ અન્ય માનસિક તણાવ, તે દિશામાં મણીનગર પોલીસે રસિલાબેનના પતિ અને અન્ય સગા-સંબંધીઓની પૂછપરછ શરૂ કરી છે.


આ પણ વાંચો - Ahmedabadના સેટેલાઇટમાં બાઈક માટે પૈસા ન આપતા પતિએ પત્ની પર કર્યો જીવલેણ હુમલો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0