Ahmedabad News : ઈસ્કોન ક્રોસ રોડ પર AMTS ડ્રાઈવરની દાદાગીરી, BRTS કોરિડોરમાં બસ મૂકી ભાગી જતાં વાહનવ્યવહાર ઠપ્પ!

Sep 13, 2026 - 12:00
Ahmedabad News : ઈસ્કોન ક્રોસ રોડ પર AMTS ડ્રાઈવરની દાદાગીરી, BRTS કોરિડોરમાં બસ મૂકી ભાગી જતાં વાહનવ્યવહાર ઠપ્પ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરના અતિ વ્યસ્ત ગણાતા ઇસ્કોન ક્રોસ રોડ ખાતે આજે વહેલી સવારે AMTS બસ ચાલકની દાદાગીરીના કારણે ભારે હોબાળો મચી ગયો હતો. BRTS કોરિડોરની અંદર AMTS બસના ચાલકે રોંગ સાઇડમાંથી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બેદરકારીભર્યા વર્તનને કારણે BRTS બસના ચાલકો ઉગ્ર બન્યા હતા અને જોતજોતામાં બંને ટ્રાન્સપોર્ટ સુવિધાના ચાલકો વચ્ચે મામલો બિચકી ગયો હતો. બંને પક્ષે જોરદાર બહાનાબાજી અને માથાકૂટ થતાં જનમાર્ગ ટ્રાન્સપોર્ટ સુવિધા અચાનક અટકી પડી હતી.

બસ વચ્ચે જ મૂકી ડ્રાઇવર ફરાર

બબાલ વધતાં જ AMTS બસનો ડ્રાઇવર પોતાની બસને BRTS કોરિડોરની વચ્ચે જ છોડીને સ્થળ પરથી ગાયબ થઈ ગયો હતો. એટલું જ નહીં, ઉશ્કેરાયેલા ચાલકોએ અન્ય ચાલી રહેલી બસોને પણ અટકાવી દીધી હતી અને બસમાં બેઠેલા મુસાફરોને નીચે ઉતારી દીધા હતા. વહેલી સવારે પોતપોતાની નોકરી અને કામધંધે જઈ રહેલા નાગરિકો અચાનક વચ્ચે રસ્તા પર રઝળી પડ્યા હતા. જાહેર વાહનવ્યવહાર અટકી જતાં નોકરીએ જતાં લોકોને ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

પોલીસ અને અમદાવાદ જનમાર્ગના અધિકારીઓ દોડતા થયા

ઘટનાની ગંભીરતાને જોતાં તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની માહિતી મળતાં જ AMTS અને અમદાવાદ જનમાર્ગ (BRTS) ના ઉચ્ચ અધિકારીઓ પણ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ અને અધિકારીઓએ કોરિડોરમાંથી બસ દૂર કરાવીને ટ્રાફિક અને બસ વ્યવહાર પૂર્વવત કરાવવા માટે કવાયત હાથ ધરી હતી. મનપાના જ બે મહત્વના ટ્રાન્સપોર્ટ વિભાગના કર્મચારીઓ વચ્ચેની આ શરમજનક દાદાગીરી સામે હવે શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : Saurashtraમાં મેઘરાજાની સાર્વત્રિક મહેર, ભાવનગરમાં પોણા 4 ઈંચ, અમરેલી-જૂનાગઢ અને જસદણમાં વરસાદથી પાકને મળ્યું જીવનદાન!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0