Ahmedabad News : અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સશસ્ત્ર સેના ધ્વજ દિવસ 2025ની ઉજવણી કરાઈ

Oct 15, 2025 - 09:00
Ahmedabad News : અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સશસ્ત્ર સેના ધ્વજ દિવસ 2025ની ઉજવણી કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ 2025ની ઉજવણી કલેકટર સુજીત કુમારના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેક્ટર સુજીત કુમારે જણાવ્યું હતું કે, સૈનિકોના કલ્યાણ અર્થે સરકારી અધિકારીઓ, સૈનિકો અને સરકારી શાળાના શિક્ષકોના સહયોગથી એક રાષ્ટ્રવ્યાપી યોગદાન અભિયાન સફળતાપૂર્વક સંપન્ન થયું છે.

મુખ્ય ઉદ્દેશ્ય રકમની માત્રા કરતાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવનાને પ્રોત્સાહન આપવાનો

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રકમની માત્રા કરતાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. કલેકટરશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નાગરિકો તરફથી એક રૂપિયાનું યોગદાન પણ એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું કોઈ મોટા ઉદ્યોગપતિનું; કારણ કે, તે જનતાની સામૂહિક ભાવના અને રાષ્ટ્રીય જોડાણનું પ્રતીક છે. 74 લાખ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલ એક-એક રૂપિયાનું યોગદાન, એક વ્યક્તિના મોટા દાન કરતાં વધુ મહત્વનું છે, કારણ કે તે દેશના લાખો નાગરિકોને એકસાથે જોડે છે અને વર્ષ 1949થી ચાલતી આ પરંપરાગત ભાવનાને જીવંત રાખે છે તેમ કલેક્ટરે જણાવ્યું હતું.

આપણા સૈન્યને કોઈપણ પડકાર સામે અડીખમ ઊભા રહેવા માટે બળ પૂરું પાડે છે

વધુમાં કલેકટરે જણાવ્યું હતું કે, આ યોગદાન માત્ર આર્થિક મદદ નથી, પરંતુ તે સૈન્યના જુસ્સાને બમણો કરતો એક શક્તિશાળી પ્રતીકાત્મક હાવભાવ છે. આનાથી સરહદ પર ઉભેલા સૈનિકોને એવો આત્મવિશ્વાસ મળે છે કે આખો દેશ, તેમના પરિવારો સહિત, તેમની સાથે ઊભો છે અને તેમને સંપૂર્ણ સમર્થન આપે છે. આ પ્રકારના પ્રયત્નો સૈન્ય અને નાગરિક સમાજ વચ્ચેનાં ભાવનાત્મક બંધનને વધુ મજબૂત કરે છે અને પરસ્પર વિશ્વાસ પેદા કરે છે. આ જોડાણ અને રાષ્ટ્રીય એકતા જ આપણી વાસ્તવિક તાકાત છે, જે આપણા સૈન્યને કોઈપણ પડકાર સામે અડીખમ ઊભા રહેવા માટે બળ પૂરું પાડે છે. 1949માં પહેલીવાર સશસ્ત્ર સૈનિક ધ્વજ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી

આજના સમારોહમાં ગત વર્ષે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે નોંધપાત્ર ફાળો આપનાર શૈક્ષણિક સંસ્થાઓ સરકારી વિભાગો તથા નાગરિકોને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કચેરી દ્વારા એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, દેશની સુરક્ષા કાજે શહીદ થનાર સૈનિકના પરિવારો અને ઇજાગ્રસ્ત થનાર સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ અર્થે યોગદાન આપવા માટે વર્ષ 1949માં પહેલીવાર સશસ્ત્ર સૈનિક ધ્વજ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. ત્યારથી પ્રતિવર્ષ સશસ્ત્ર સેના ધ્વજ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે વધુમાં વધુ લોકો રાષ્ટ્રભાવના સાથે સૈનિકોના કલ્યાણ અર્થે યોગદાન આપે તેવી અપીલ કલેકટર દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી કર્નલ અનજાનિકુમારસિંહ, મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી ભરતસિંહ ચાવડા, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0