Ahmedabad News : અમદાવાદમાં ઝડપાયેલ નકલી જજ મોરિસ ક્રિશ્ચિયનની મુશ્કેલીમાં વધારો, 3 કેસ સેશન્સ કોર્ટે કમિટ કર્યા

Oct 23, 2025 - 09:30
Ahmedabad News : અમદાવાદમાં ઝડપાયેલ નકલી જજ મોરિસ ક્રિશ્ચિયનની મુશ્કેલીમાં વધારો, 3 કેસ સેશન્સ કોર્ટે કમિટ કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવે નકલી જજ સામે કાર્યવાહી સેશન્સ કોર્ટમાં થશે અને હવે નકલી જજ સામે કાર્યવાહી સેશન્સ કોર્ટમાં થશે અને મેટ્રો કોર્ટમાં 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, તો AMCના જમીન કેસ સહિત ચાલશે સેશન્સ કોર્ટમાં અને જમીન કૌભાંડ, નકલી હુકમનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલશે.

નકલી જજ સામેના 3 કેસ સેશન્સ કમિટ કર્યા

નકલી કોર્ટ બનાવીને અબજો રૂપિયાની જમીન પોતાના નામે કરાવી લેનાર નકલી આર્બિટ્રેટર જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સહિતના આરોપીઓ સામે નવા કાયદા બીએનએસની કલમો હેઠળ ગુના નોંધાયેલા હોવાથી એડીશનલ ચીફ જયુડીશનલ મેજિસ્ટેટે ત્રણ કેસો સેશન્સ કોર્ટમાં કમિટ કર્યા છે. હવે નકલી આર્બિટ્રેટર જજ સહિત સામેના કેસો સેશન્સ કોર્ટમાં ચાલશે. ઉલ્લેખનીય છે કે, નકલી આર્બિટ્રેટર જજના ઘરેથી બે લેપટોપ ગાયબ થયા હતા તે આજદિન સુધી મળી આવ્યા નથી.

નકલી આર્બિટ્રેટરના બનાવટી ઓર્ડર સામે HCમાં અરજી

30 ઓક્ટોબરે નકલી આર્બિટ્રેટર વિરુદ્ધ વધુ એક બનાવટી ઓર્ડર અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ભાવનગરની જલદીપ મીનરલ્સના કૌટુંબીક વિખવાદ મુદ્દે લવાદ કર્યું હતું. વિખવાદના લવાદ માટે જમીન માલિક ઉષા પંડિત દ્વારા મોરીસ ક્રિશ્ચિયનને લવાદ તરીકે રખાયો હતો. ભાવનગર વલ્લભીપુર તાલુકાના પાણવી ગામની વડીલો પાર્જીત માઈનિંગ મિલની જમીનમાં ક્રિશ્ચિયન મોરીસે વચગાળાનો ખોટો હુકમ કર્યો હતો. જેને કૌટુંબિક ભાઈ પરેશ મહેતા અને અન્ય વ્યક્તિ હરેશ ડોડીયાએ હાઈકોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટમાં મોરીસ ક્રિશ્ચિયન અને તેના ભુતકાળ વિશે જાણ થતાં ઉષા પંડિતે હાઈકોર્ટ સમક્ષ પોતે ભોગ બન્યાની જાહેરાત કરી હતી. તેમને વકીલ મારફતે હાઈકોર્ટ સમક્ષ લેખિત જવાબ રજુ કર્યો હતો. અરજદારે આરોપીઓ પર આક્ષેપ લગાવતા બદઈરાદે ખોટા ડોક્યુમેન્ટ બનાવી જમીન પચાવવાનો આરોપ લગાવ્યો હતો. મોરિસ ક્રિશ્ચિયને ફરિયાદીના ફેવરનો ઓર્ડર કર્યો હતો, ત્યારે ફરિયાદી અને પક્ષકારને મોરીસ ક્રિશ્ચિયને છેતર્યા હતા તે અંગે હાઈકોર્ટની અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0