Ahmedabad: IIM રોડ પર આવેલી 'છાસ વાલા' ના અંજીર મિલ્કશેકમાંથી નીકળ્યો મરેલો વંદો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં પ્રખ્યાત અને નામાંકિત ફૂડ આઉટલેટ્સમાં સ્વચ્છતાના ધજાગરા ઉડતા હોય તેવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે. હજુ થોડા દિવસો પહેલા જ રેસ્ટોરન્ટના શાક અને સંભારમાંથી વંદા-ગરોળી નીકળવાની ઘટનાઓ શાંત થઈ ન હતી, ત્યાં જ અમદાવાદના પોશ ગણાતા IIM રોડ પર આવેલી ‘છાસ વાલા’ ની ફ્રેન્ચાઈઝીમાંથી એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક જાગૃત ગ્રાહકે પીવા માટે મંગાવેલા પ્રીમિયમ અંજીર મિલ્કશેકમાંથી મરેલો વંદો નીકળતા ગ્રાહકના હોશ ઉડી ગયા હતા.
શેક પીતી વખતે જ નજરે ચડ્યો વંદો
મળતી માહિતી મુજબ, ગ્રાહકે IIM રોડ પર આવેલી છાસ વાલાની શોપમાંથી અંજીર શેક ખરીદ્યો હતો. ગ્રાહક જ્યારે આ શેક પી રહ્યો હતો, ત્યારે કપની અંદર તેને કંઈક શંકાસ્પદ વસ્તુ દેખાઈ હતી. જ્યારે ચમચી વડે તેને બહાર કાઢવામાં આવી તો તે એક મોટો મરેલો વંદો હતો. બ્રાન્ડેડ આઉટલેટમાં આ પ્રકારની ઘોર બેદરકારી જોઈને ગ્રાહકનો પિત્તો ગયો હતો. તેમણે તાત્કાલિક દુકાનના સ્ટાફને આ અંગે કડક શબ્દોમાં રજૂઆત કરી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતાં આખી ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં AMC દોડતું થયું
રોષે ભરાયેલા ગ્રાહકે મિલ્કશેક અને તેમાં તરતા વંદાનો લાઈવ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી દીધો હતો. આ વીડિયો જોતજોતામાં વાયરલ થઈ ગયો છે અને યુઝર્સ ‘છાસ વાલા’ બ્રાન્ડની ગુણવત્તા પર ફિટકાર વરસાવી રહ્યા છે. આ ઘટના સોશિયલ મીડિયા પર ગાજતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નું ફૂડ એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ પણ એક્શનમાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ આ પર્ટીક્યુલર આઉટલેટ પર દરોડા પાડીને શેકના સેમ્પલ લેશે અને જો ગંદકી જણાશે તો આઉટલેટને સીલ કરવાની અથવા મોટો દંડ ફટકારવાની કડક કાર્યવાહી હાથ ધરી શકે છે.
આ પણ વાંચો: Bhavnagar: ખેડૂતવાસ વિસ્તારમાં 24 ગુનેગારોના ઘરે મેગા કોમ્બિંગ, PGVCL એ 7 મકાનોના ગેરકાયદેસર વીજ કનેક્શન કાપ્યા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

