Ahmedabad Fire: કઠવાડા GIDCમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા ઉડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં વધુ એક વખત આગ લાગવાની ઘટના બની છે. શહેરની કઠવાડા GIDCમાં આગ લાગવાની ઘટના બની છે. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. આગ લાગવાની ઘટના બાદ આસપાસમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને તાત્કાલિક ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે.
ફાયરની ગાડીઓ ઘટના સ્થળે મોકલાઈ
તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં આગ લાગવાનું કારણ અકબંધ છે અને પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગની ઘટના બનતા જ આગના ધુમાડા આકાશમાં જોવા મળી રહ્યા છે. જો કે આ આગની ઘટનામાં અત્યાર સુધીમાં કોઈ ઈજાગ્રસ્ત થયું હોવાના સમાચાર સામે આવ્યા નથી. જો કે લાખો રૂપિયાનું નુકસાન ગોડાઉન માલિકને સહન કરવાનો વારો આવ્યો છે.
8 જૂને અમદાવાદના વટવામાં કેમિકલ કંપનીમાં લાગી હતી આગ
તમને જણાવી દઈએ કે ગઈકાલે 8 જૂનના રોજ પણ અમદાવાદના વટવામાં કેમિકલ કંપનીમાં આગની ઘટના બની હતી. વટવા જીઆઈડીસી ફેઝ 4માં આગ લાગી હતી. રામદેવ એસ્ટેટમાં આવેલી કેમિકલ કંપનીમાં આગની ઘટના બની હતી. જો કે આગની ઘટના બાદ તાત્કાલિક ફાયર વિભાગની જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને મહા મહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો.
અમદાવાદના કુબેરનગરમાં હેવમોરના ગોડાઉનમાં આગ
ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા અમદાવાદના કુબેરનગરમાં હેવમોરના ગોડાઉનમાં આગ લાગી હતી. વહેલી સવારે 6.15 વાગ્યે ફાયર વિભાગને આગની ઘટના અંગેની જાણકારી મળી હતી. હેવમોર ટ્રાઈસીકલ વાહનમાં બેટરીમાં આગ લાગી હતી. જે સમયે આગની ઘટના ગોડાઉનમાં બની હતી, તે સમયે 8 લોકો હાજર હતા. ફાયર વિભાગ દ્વારા આ તમામ લોકોને રેસ્કયુ કરવામાં આવ્યા હતા. ત્યારે આ દરમિયાન 1 વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
What's Your Reaction?






