Ahmedabad Crime Branchનું નવરાત્રિ પહેલા મોટું ઓપરેશન, સતત ત્રીજા દિવસે ઝડપ્યા હથિયારો
અમદાવાદમાં હથિયારોના કારોબારનો પર્દાફાશ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે,ક્રાઈમબ્રાન્ચે 9 પિસ્ટલ,શોટગન અને 35 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે.યુપીના 4 અને જુહાપુરાના 2 આરોપીઓની ધરપકડ કરીને વધુ ખુલાસા કર્યા છે.આરોપીઓ કયાંથી હથિયાર લાવતા હતા અને કોને આપતા હતા તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.સતત 3 દિવસના ઓપરેશનમાં ક્રાઇમ બ્રાન્ચે હથિયારો ઝડપાયા છે. શું ઝડપાયું હથિયારમાં ? અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલ હથિયારોની વાત કરીએ તો,1 નંગ 12 બોરની પિસ્ટલ,1 પિસ્ટલ,2 નંગ દેશી કટ્ટા,2 નંગ કારતૂસ ઝડપી પાડી છે,આરોપીઓ યુપીથી હથિયાર લાવીને અમદાવાદ તેમજ આસપાસના વિસ્તારોમાં તે વેચતા હોઈ શકે તેવી શંકા પોલીસને લાગી રહી છે.ત્યારે પોલીસની તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું,ઝડપાયેલા તમામ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ક્રાઈમ બ્રાન્ચે 25સપ્ટેમ્બરે પણ પિસ્તલ અને કારતૂસ ઝડપી ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ આર્મ્સ એક્ટનાં ગુના નોધી 8 પિસ્તલ અને 39 કારતૂસ કબજે કર્યા છે.જેમાંથી આરોપી કિશોર ઉર્ફે કે.કે પંચાલ અને વિક્રમ માળી પાસેથી 6 પિસ્તલ અને 24 કારતૂસ કબજે કરી છે.તો અન્ય આરોપી જગદિશ ઉર્ફે જે.કે લુહાર પાસેથી બે પિસ્તલ અને 12 નંગ કારતૂસ કબજે કર્યા છે.તો અમદાવાદના સરખેજનાં આરોપી આમીન મેમણ પાસેથી 1 પિસ્તલ અને 3 રાઉન્ડ કારતૂસ કબજે કર્યા છે.ત્યારે બીજી બાજુ હથિયાર સપ્લાય કરનાર મધ્યપ્રદેશના આરોપી માનસિંગ સિખલીગરનું નામ સામે આવ્યું છે જેની ધરપકડ માટે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મધ્યપ્રદેશ પોલીસની મદદ લઈને માનસિંગની ધરપકડને લઈ તપાસ શરૂ કરી છે. હથિયારો ઝડપાયા અમદાવાદ ગ્રામ્ય અને સુરેન્દ્રનગરમાં ઠગલા બંધ હથિયારો 80 હજારથી 1 લાખમાં વેચ્યા હોવાનું સામે આવ્યું છે.ત્યારે આરોપી મધ્યપ્રદેશથી ખાનગી વાહનમાં હથિયાર છુપાવીને ગુજરાતના અલગ અલગ ખુણે પહોંચાડતા હોવાનું સામે આવ્યું છે.અત્યાર સુધી કોને કોને હથિયાર આપ્યા છે જેને લઇ તપાસ કરી રહ્યા છે.આરોપીઓએ ભૂતકાળમાં લૂંટ જેવા ગંભીર ગુનાઓ આચર્યા છે. તો બીજી તરફ આરોપી પાસેથી હથિયાર જથ્થા મળી આવતા આરોપી કોઈ અન્ય ગુનાને અંજામ આપવાના હતા કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.ત્યારે હથિયાર નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે કે કેમ તેને લઈ તપાસ તેજ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં હથિયારોના કારોબારનો પર્દાફાશ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે,ક્રાઈમબ્રાન્ચે 9 પિસ્ટલ,શોટગન અને 35 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે.યુપીના 4 અને જુહાપુરાના 2 આરોપીઓની ધરપકડ કરીને વધુ ખુલાસા કર્યા છે.આરોપીઓ કયાંથી હથિયાર લાવતા હતા અને કોને આપતા હતા તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.સતત 3 દિવસના ઓપરેશનમાં ક્રાઇમ બ્રાન્ચે હથિયારો ઝડપાયા છે.
શું ઝડપાયું હથિયારમાં ?
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલ હથિયારોની વાત કરીએ તો,1 નંગ 12 બોરની પિસ્ટલ,1 પિસ્ટલ,2 નંગ દેશી કટ્ટા,2 નંગ કારતૂસ ઝડપી પાડી છે,આરોપીઓ યુપીથી હથિયાર લાવીને અમદાવાદ તેમજ આસપાસના વિસ્તારોમાં તે વેચતા હોઈ શકે તેવી શંકા પોલીસને લાગી રહી છે.ત્યારે પોલીસની તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું,ઝડપાયેલા તમામ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
ક્રાઈમ બ્રાન્ચે 25સપ્ટેમ્બરે પણ પિસ્તલ અને કારતૂસ ઝડપી
ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ આર્મ્સ એક્ટનાં ગુના નોધી 8 પિસ્તલ અને 39 કારતૂસ કબજે કર્યા છે.જેમાંથી આરોપી કિશોર ઉર્ફે કે.કે પંચાલ અને વિક્રમ માળી પાસેથી 6 પિસ્તલ અને 24 કારતૂસ કબજે કરી છે.તો અન્ય આરોપી જગદિશ ઉર્ફે જે.કે લુહાર પાસેથી બે પિસ્તલ અને 12 નંગ કારતૂસ કબજે કર્યા છે.તો અમદાવાદના સરખેજનાં આરોપી આમીન મેમણ પાસેથી 1 પિસ્તલ અને 3 રાઉન્ડ કારતૂસ કબજે કર્યા છે.ત્યારે બીજી બાજુ હથિયાર સપ્લાય કરનાર મધ્યપ્રદેશના આરોપી માનસિંગ સિખલીગરનું નામ સામે આવ્યું છે જેની ધરપકડ માટે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મધ્યપ્રદેશ પોલીસની મદદ લઈને માનસિંગની ધરપકડને લઈ તપાસ શરૂ કરી છે.
હથિયારો ઝડપાયા
અમદાવાદ ગ્રામ્ય અને સુરેન્દ્રનગરમાં ઠગલા બંધ હથિયારો 80 હજારથી 1 લાખમાં વેચ્યા હોવાનું સામે આવ્યું છે.ત્યારે આરોપી મધ્યપ્રદેશથી ખાનગી વાહનમાં હથિયાર છુપાવીને ગુજરાતના અલગ અલગ ખુણે પહોંચાડતા હોવાનું સામે આવ્યું છે.અત્યાર સુધી કોને કોને હથિયાર આપ્યા છે જેને લઇ તપાસ કરી રહ્યા છે.આરોપીઓએ ભૂતકાળમાં લૂંટ જેવા ગંભીર ગુનાઓ આચર્યા છે. તો બીજી તરફ આરોપી પાસેથી હથિયાર જથ્થા મળી આવતા આરોપી કોઈ અન્ય ગુનાને અંજામ આપવાના હતા કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.ત્યારે હથિયાર નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે કે કેમ તેને લઈ તપાસ તેજ કરી છે.