Ahmedabad: CFOની પોસ્ટ બહારથી ભરવાની હિલચાલ પર કામચલાઉ 'બ્રેક'
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડમાં ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર નક્કી કરવા માટેની સ્ટાફ સીલેક્શન એન્ડ એપોઈન્ટમેન્ટ કમિટીની બેઠક અગમ્ય કારણોસર છેલ્લાં દિવસે રદ કરવામાં આવી હતી.જોકે, AMC તંત્ર અને શાસકો દ્વારા આ બંન્ને ફયર ઓફ્સિરોની મ્યુનિસિપલ કોર્પોરેશનના બહારથી ભરતી કરવા માટેની હિલચાલ સામે AMC ફાયર બ્રિગેડમાં પ્રવર્તતા ભારે અસંતોષ અને વ્યાપક નારાજગીને ધ્યાનમાં લઈને સ્ટાફ સીલેક્શન કમિટીની બેઠક રદ કરાઈ હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આ મુદ્દે મેયર પ્રતિભા જૈને મૌન સેવીને 'મગનું નામ મરી' પાડયું નહોતું. સૂત્રોના જણાવ્યાનુસાર, અમદાવાદ ફયર બ્રિગેડમાં ફરજ બજાવતા અધિકારીને CFO અને AD. CFO ન બનાવવા તેમજ ખાનગી કંપનીઓમાં ફરજ બજાવતા અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કે શહેરી વિસ્તારમાં મોટી આગ બુઝાવવાની કે રાહત અને બચાવ કોલની કામગીરીનો કોઈ જાતના અનુભવ નહીં ધરાવનારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડમાં CFO અને AD. CFO બનાવવાની કવાયત અંગે મ્યુનિ. ફાયર બ્રિગેડમાં તીવ્ર અને ઘેરા પ્રત્યાઘાત પડયા છે. શહેરી વિસ્તારમાં આગ અને બચાવ કોલ અંગે કોઈ પણ અનુભવ વિનાના અધિકારીઓ મૂકવામાં આવશે તો કેવી રીતે કામગીરી થશે ? તેવો પ્રશ્ન સર્જાયો છે. જો અમદાવાદ ફયર બ્રિગેડમાં CFO અને AD. CFOના હોદ્દા પર જુનિયર અધિકારીની નિમણૂંક કરવામાં આવે તો હાલ ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા સિનિયર અધિકારીઓ કદાચ રાજીનામાં આપવા અંગે વિચારણા કરે તેવી શક્યતા હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથીAMC ફયર બ્રિગેડમાં ચીફ્ ફયર ઓફ્સિર અને એડિશનલ ચીફ્ ફયર ઓફ્સિરની પોસ્ટ ઇન્ચાર્જ તરીકે ચાલતી હતી. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ AMCમાં 140થી વધુ કર્મચારીઓની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. AMC ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા અધિકારીઓ ક્વોલિફય છે અને વર્ષોનો અનુભવ ધરાવે છે તેમ છતાં પણ અગમ્ય કારણોસર તેમને ચીફ્ ફયર અને એડિશનલ ચીફ્ ફયર ઓફ્સિર તરીકે પ્રમોશન આપવામાં આવ્યા નથી. AMC ફયરબ્રિગેડમાં અધિકારીઓ વચ્ચે આંતરિક રાજકારણ તેમજ વિવાદો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડમાં ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર નક્કી કરવા માટેની સ્ટાફ સીલેક્શન એન્ડ એપોઈન્ટમેન્ટ કમિટીની બેઠક અગમ્ય કારણોસર છેલ્લાં દિવસે રદ કરવામાં આવી હતી.
જોકે, AMC તંત્ર અને શાસકો દ્વારા આ બંન્ને ફયર ઓફ્સિરોની મ્યુનિસિપલ કોર્પોરેશનના બહારથી ભરતી કરવા માટેની હિલચાલ સામે AMC ફાયર બ્રિગેડમાં પ્રવર્તતા ભારે અસંતોષ અને વ્યાપક નારાજગીને ધ્યાનમાં લઈને સ્ટાફ સીલેક્શન કમિટીની બેઠક રદ કરાઈ હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આ મુદ્દે મેયર પ્રતિભા જૈને મૌન સેવીને 'મગનું નામ મરી' પાડયું નહોતું. સૂત્રોના જણાવ્યાનુસાર, અમદાવાદ ફયર બ્રિગેડમાં ફરજ બજાવતા અધિકારીને CFO અને AD. CFO ન બનાવવા તેમજ ખાનગી કંપનીઓમાં ફરજ બજાવતા અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કે શહેરી વિસ્તારમાં મોટી આગ બુઝાવવાની કે રાહત અને બચાવ કોલની કામગીરીનો કોઈ જાતના અનુભવ નહીં ધરાવનારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડમાં CFO અને AD. CFO બનાવવાની કવાયત અંગે મ્યુનિ. ફાયર બ્રિગેડમાં તીવ્ર અને ઘેરા પ્રત્યાઘાત પડયા છે. શહેરી વિસ્તારમાં આગ અને બચાવ કોલ અંગે કોઈ પણ અનુભવ વિનાના અધિકારીઓ મૂકવામાં આવશે તો કેવી રીતે કામગીરી થશે ? તેવો પ્રશ્ન સર્જાયો છે. જો અમદાવાદ ફયર બ્રિગેડમાં CFO અને AD. CFOના હોદ્દા પર જુનિયર અધિકારીની નિમણૂંક કરવામાં આવે તો હાલ ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા સિનિયર અધિકારીઓ કદાચ રાજીનામાં આપવા અંગે વિચારણા કરે તેવી શક્યતા હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથીAMC ફયર બ્રિગેડમાં ચીફ્ ફયર ઓફ્સિર અને એડિશનલ ચીફ્ ફયર ઓફ્સિરની પોસ્ટ ઇન્ચાર્જ તરીકે ચાલતી હતી. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ AMCમાં 140થી વધુ કર્મચારીઓની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. AMC ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા અધિકારીઓ ક્વોલિફય છે અને વર્ષોનો અનુભવ ધરાવે છે તેમ છતાં પણ અગમ્ય કારણોસર તેમને ચીફ્ ફયર અને એડિશનલ ચીફ્ ફયર ઓફ્સિર તરીકે પ્રમોશન આપવામાં આવ્યા નથી. AMC ફયરબ્રિગેડમાં અધિકારીઓ વચ્ચે આંતરિક રાજકારણ તેમજ વિવાદો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.