Ahmedabadના નરોડામાં કાર ચાલકની બેદરકારીથી યુવકો પટકાયા, ડમ્પર ફરી વળતા એકનું મોત

અમદાવાદના નરોડામાં કારચાલકની બેદરકારીથી બાઈક સવારનું મોત થયું હોવાની વાત સામે આવી છે જેમાં કાર ચાલક અચાનક રોડની સાઈડમાં કાર ઉભી રાખીને દરવાજો ખોલે છે અને પાછળથી આવતા બાઈક સવાર દરવાજા સાથે અથડાતા તેઓ નીચે પડે છે અને નીચે પડતાની સાથે જ પાછળથી આવી રહેલું ડમ્પર યુવકો પર ફરી વળે છે જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત થાય છે જયારે અન્ય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. કારચાલકની બેદરકારીથી બાઇક ચાલકને મળ્યું મોત લોકોને આદત હોય છે કે રસ્તાની વચ્ચે થૂંકવું અને આવી જ આદતના કારણે એક યુવકનો જીવ ગયો છે,નરોડા વિસ્તારમાં રસ્તાની વચ્ચે કાર ચાલક કારનો દરવાજો ખોલતા બાઇકચાલક ભટકાયો અને બાઇકચાલક નીચે પડતા પાછળથી આવતું ડમ્પર તેમની પર ફરી વળે છે જેમાં બાઈક ચલાવનારનું ઘટના સ્થળે મોત થાય છે અને બાઈકની પાછળ બેઠેલા વ્યકિતને ગંભીર ઈજાઓ પહોંચે છે.ફલાય ઓવરની કામગીરીને લઇ રસ્તો સાંકડા હોવાની પણ ફરિયાદો ઉઠી છે,ત્યારે આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. ઘટના બનતાની સાથે જ કાર ચાલક ફરાર થાય છે આ સમગ્ર ઘટના બનતાની સાથે જ ડમ્પર ચાલક તો ડમ્પર લઈને ફરાર થઈ જાય છે ત્યારબાદ કાર ચાલક થોડીક વાર ઉભો રહે છે અને તે પણ ત્યારબાદ નીકળી જાય છે,આસપાસ લોકોના ટોળા ઉમટી પડે છે અને એક યુવકને સારવાર હેઠળ ખસેડે છે,જે યુવકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે તેને પણ પગના અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે સાથે સાથે પાંસળીઓ પણ તૂટી ગઈ હોવાની માહિતી સામે આવી છે,સમગ્ર કેસમાં ટ્રાફિક જી ડિવિઝન પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસ હાથધરી છે. 14 જાન્યુઆરીએ ડમ્પરના કારણે બસનો અકસ્માત થયો મહુધાથી અમદાવાદ જતી બસને અકસ્માત નડ્યો હતો.ડમ્પર સાથે બસ અથડાતા કંડક્ટરનું મોત થયું હતુ. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.મહુધાથી અમદાવાદ જતી GSRTCની બસને વાઠવાળી નજીક અકસ્માત નડ્યો હતો. બસ સાથે ડમ્પર અથડાતા બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વાઠવાળી નજીક રોડ ઉપર ઉભેલા ડમ્પરમાં એસટી ધડાકાભેર અથડાઇ હતી જેને કારણે એસટીનું પડખુ ચીરાઇ ગયું હતું.  

Ahmedabadના નરોડામાં કાર ચાલકની બેદરકારીથી યુવકો પટકાયા, ડમ્પર ફરી વળતા એકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના નરોડામાં કારચાલકની બેદરકારીથી બાઈક સવારનું મોત થયું હોવાની વાત સામે આવી છે જેમાં કાર ચાલક અચાનક રોડની સાઈડમાં કાર ઉભી રાખીને દરવાજો ખોલે છે અને પાછળથી આવતા બાઈક સવાર દરવાજા સાથે અથડાતા તેઓ નીચે પડે છે અને નીચે પડતાની સાથે જ પાછળથી આવી રહેલું ડમ્પર યુવકો પર ફરી વળે છે જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત થાય છે જયારે અન્ય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.

કારચાલકની બેદરકારીથી બાઇક ચાલકને મળ્યું મોત

લોકોને આદત હોય છે કે રસ્તાની વચ્ચે થૂંકવું અને આવી જ આદતના કારણે એક યુવકનો જીવ ગયો છે,નરોડા વિસ્તારમાં રસ્તાની વચ્ચે કાર ચાલક કારનો દરવાજો ખોલતા બાઇકચાલક ભટકાયો અને બાઇકચાલક નીચે પડતા પાછળથી આવતું ડમ્પર તેમની પર ફરી વળે છે જેમાં બાઈક ચલાવનારનું ઘટના સ્થળે મોત થાય છે અને બાઈકની પાછળ બેઠેલા વ્યકિતને ગંભીર ઈજાઓ પહોંચે છે.ફલાય ઓવરની કામગીરીને લઇ રસ્તો સાંકડા હોવાની પણ ફરિયાદો ઉઠી છે,ત્યારે આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.

ઘટના બનતાની સાથે જ કાર ચાલક ફરાર થાય છે

આ સમગ્ર ઘટના બનતાની સાથે જ ડમ્પર ચાલક તો ડમ્પર લઈને ફરાર થઈ જાય છે ત્યારબાદ કાર ચાલક થોડીક વાર ઉભો રહે છે અને તે પણ ત્યારબાદ નીકળી જાય છે,આસપાસ લોકોના ટોળા ઉમટી પડે છે અને એક યુવકને સારવાર હેઠળ ખસેડે છે,જે યુવકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે તેને પણ પગના અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે સાથે સાથે પાંસળીઓ પણ તૂટી ગઈ હોવાની માહિતી સામે આવી છે,સમગ્ર કેસમાં ટ્રાફિક જી ડિવિઝન પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસ હાથધરી છે.

14 જાન્યુઆરીએ ડમ્પરના કારણે બસનો અકસ્માત થયો

મહુધાથી અમદાવાદ જતી બસને અકસ્માત નડ્યો હતો.ડમ્પર સાથે બસ અથડાતા કંડક્ટરનું મોત થયું હતુ. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.મહુધાથી અમદાવાદ જતી GSRTCની બસને વાઠવાળી નજીક અકસ્માત નડ્યો હતો. બસ સાથે ડમ્પર અથડાતા બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વાઠવાળી નજીક રોડ ઉપર ઉભેલા ડમ્પરમાં એસટી ધડાકાભેર અથડાઇ હતી જેને કારણે એસટીનું પડખુ ચીરાઇ ગયું હતું.