Ahmedabad: AMC કમિશનરે બે સિટી ઈજનેરનો ઊધડો લીધો
શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ રિસરફેસ અને નવા રોડ બનાવવાની કામગીરીની મંથરગતિને કારણે AMC કમિશનર એમ. થેન્નારસને ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ચાલુ નાણાંકીય વર્ષ પૂરૂં થવા આડે બે- અઢી મહિના બાકી રહ્યા હોવા છતાં રોડના કામો પૂરા નહીં થવા બદલ ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનના એડિશનલ સિટી ઈજનેરોનો ઉધડો લીધો હતો.AMC દ્વારા અન્ય ઝોનની સરખામણીએ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં રોડના કામો રૂ. 150 કરોડ જેટલી વધારાની રકમ ફાળવવામાં આવી હોવા છતાં રોડના કામો પૂરા થતા ન હોવા અંગે કમિશનરે ગંભીર ટકોર કરી હતી. મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને દક્ષિણ ઝોનમાં એન્જિનિયર દ્વારા રોડના કામો કેટલા વર્ક ઓર્ડર આપ્યા અને કેટલા કામો થયા તે અંગે તપાસ કરવા સૂચના આપી હતી. તમારી પાસે કામનું કોઈ પ્લાનિંગ જ નથી તેમ પણ કહી દીધું હતું. અગાઉ પણ તમારી સામે ઇન્કવાયરી ચાલે છે. તમારી કામગીરી સંતોષકારક નથી. જેથી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને અધિકારી વિરુદ્ધ પગલા ભરવા માટે પણ કહ્યું હતું. AMC ઈ ગવર્નન્સ વિભાગની કામગીરીને લઈને પણ કમિશનર નારાજ થયા હતા. ઓનલાઈન જે ફરિયાદો આવે છે તેમાં યોગ્ય રીતે અને એક જ ક્લિકથી માહિતી મળી રહે તે મુજબનું કોઈ આયોજન નથી. કમિશનરે એ ગવર્નન્સ વિભાગના અધિકારીઓને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ઝડપી નિકાલ લાવવા તાકીદ કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ રિસરફેસ અને નવા રોડ બનાવવાની કામગીરીની મંથરગતિને કારણે AMC કમિશનર એમ. થેન્નારસને ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ચાલુ નાણાંકીય વર્ષ પૂરૂં થવા આડે બે- અઢી મહિના બાકી રહ્યા હોવા છતાં રોડના કામો પૂરા નહીં થવા બદલ ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનના એડિશનલ સિટી ઈજનેરોનો ઉધડો લીધો હતો.
AMC દ્વારા અન્ય ઝોનની સરખામણીએ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં રોડના કામો રૂ. 150 કરોડ જેટલી વધારાની રકમ ફાળવવામાં આવી હોવા છતાં રોડના કામો પૂરા થતા ન હોવા અંગે કમિશનરે ગંભીર ટકોર કરી હતી. મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને દક્ષિણ ઝોનમાં એન્જિનિયર દ્વારા રોડના કામો કેટલા વર્ક ઓર્ડર આપ્યા અને કેટલા કામો થયા તે અંગે તપાસ કરવા સૂચના આપી હતી. તમારી પાસે કામનું કોઈ પ્લાનિંગ જ નથી તેમ પણ કહી દીધું હતું. અગાઉ પણ તમારી સામે ઇન્કવાયરી ચાલે છે. તમારી કામગીરી સંતોષકારક નથી. જેથી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને અધિકારી વિરુદ્ધ પગલા ભરવા માટે પણ કહ્યું હતું. AMC ઈ ગવર્નન્સ વિભાગની કામગીરીને લઈને પણ કમિશનર નારાજ થયા હતા. ઓનલાઈન જે ફરિયાદો આવે છે તેમાં યોગ્ય રીતે અને એક જ ક્લિકથી માહિતી મળી રહે તે મુજબનું કોઈ આયોજન નથી. કમિશનરે એ ગવર્નન્સ વિભાગના અધિકારીઓને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ઝડપી નિકાલ લાવવા તાકીદ કરી હતી.