Ahmedabad Alert: પિઝા પ્રેમીઓ સાવધાન, ડોમિનોઝના પિઝા બોક્સમાંથી નીકળી જીવાત

પિઝાના બોક્સ આસપાસ ફરી રહી છે જીવતી જીવાતોઆ બોક્સમાં જ પેક કરવામાં આવે છે પિઝા જાગૃત નાગરિક દ્વારા કોર્પોરેશનમાં કરાઇ ફરિયાદ રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી હોટલ અને રેસ્ટોરન્ટ ચલાવતા ફ્રેન્ચાઇઝી અને સંચાલકોની ઘોર બેદરકારીના કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં, અખાદ્ય ખોરાક આપવાને લીધે તબિયત બગાડવાથી લઈને ફૂડ આઇટમ્સમાંથી જીવાત નીકળવાના કિસ્સાઓ વધી ગયા છે. ત્યારે, અમદાવાદથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક જગવિખ્યાત પિઝા ફ્રેન્ચાઇઝીના પિઝા બોક્સ માંથી જીવાત મળી આવી છે.પિઝાના બોક્સ માંથી જીવાત નીકળતા ખળભળાટ વાત છે અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં આવેલ ડોમિનોઝ બ્રાન્ચ પોતાના સ્ટોર ખાતે કેટલી ચોખ્ખાઈ રાખે છે તેનો જીવતોજાગતો પુરાવો મળ્યો છે. અહીની પિઝાના બોક્સ માંથી જીવાત નીકળતા ખળભળાટ મચી ગયો છે. પિઝા બોકસ માંથી જીવાત નીકળવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.જીવતી જીવાતો રસોડાના ટેબલ પર વાયરલ થઈ રહેલ વિડીયોમાં જોઈ શકાય છે કે ડોમિનોઝ પિઝા દ્વારા આપવામાં આવેલ બોક્સની આસપાસ જીવતી જીવાત ફરતી જોવા મળી રહી છે. આવા જીવાત વાળા પિઝાના બોક્સમાં ન પિઝા પેક કરીને ગ્રાહકોને આપવામાં આવતા હોય છે. ત્યારે, ડોમિનોઝ પિઝાનું પહેલેથી જ ચલણ રહ્યું છે કે તે પહેલા ગ્રાહકો પાસેથી પૈસા લઈ લે છે અને બાદમાં ઓર્ડર સ્વીકારીને પિઝા આપે છે ત્યારે આટલી જાણીતી પિઝા બ્રાન્ડ દ્વારા સ્ટોર સહિત રસોડામાં પેસ કંટ્રોલ કરાવવામાં નથી આવતું. એટલે જે જીવતી જીવાતો રસોડાના ટેબલ પર અને પિઝા બોક્સ પર ફરી રહી છે.જાગૃત નાગરિક દ્વારા AMCમાં કરવામાં આવી ફરિયાદ  સમગ્ર મામલે, શહેરના એક જાગૃત નાગરિક અને ગ્રાહક પવન કાપડિયા દ્વારા અમદાવાદ મહાનગરપાલિકામાં ફરિયાદ કરવામાં આવ્યું છે. ફરિયાદીનો આરોપ છે કે પિઝા બ્રાન્ડ ડોમિનોઝ દ્વારા સમયાંતરે પેસ્ટ કંટ્રોલ નથી કરાવવામાં આવતું એટલે જ આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે સૌથી મોટો સવાલ એ ઉઠે છે કે ચોખ્ખાઈમાં નબળી સાબિત થતી નાની દુકાનો પર દંડ અને સીલ કરવા જેવી કાર્યવાહી કરવામાં આવતી હોય છે તો આટલી મોટી બ્રાન્ડ દ્વારા આટલી મોટી બેદરકારીએ લઈને કેમ પગલાં નથી લેવામાં આવતા.

Ahmedabad Alert: પિઝા પ્રેમીઓ સાવધાન, ડોમિનોઝના પિઝા બોક્સમાંથી નીકળી જીવાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પિઝાના બોક્સ આસપાસ ફરી રહી છે જીવતી જીવાતો
  • આ બોક્સમાં જ પેક કરવામાં આવે છે પિઝા
  • જાગૃત નાગરિક દ્વારા કોર્પોરેશનમાં કરાઇ ફરિયાદ

રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી હોટલ અને રેસ્ટોરન્ટ ચલાવતા ફ્રેન્ચાઇઝી અને સંચાલકોની ઘોર બેદરકારીના કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં, અખાદ્ય ખોરાક આપવાને લીધે તબિયત બગાડવાથી લઈને ફૂડ આઇટમ્સમાંથી જીવાત નીકળવાના કિસ્સાઓ વધી ગયા છે. ત્યારે, અમદાવાદથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક જગવિખ્યાત પિઝા ફ્રેન્ચાઇઝીના પિઝા બોક્સ માંથી જીવાત મળી આવી છે.

પિઝાના બોક્સ માંથી જીવાત નીકળતા ખળભળાટ

વાત છે અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં આવેલ ડોમિનોઝ બ્રાન્ચ પોતાના સ્ટોર ખાતે કેટલી ચોખ્ખાઈ રાખે છે તેનો જીવતોજાગતો પુરાવો મળ્યો છે. અહીની પિઝાના બોક્સ માંથી જીવાત નીકળતા ખળભળાટ મચી ગયો છે. પિઝા બોકસ માંથી જીવાત નીકળવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

જીવતી જીવાતો રસોડાના ટેબલ પર

વાયરલ થઈ રહેલ વિડીયોમાં જોઈ શકાય છે કે ડોમિનોઝ પિઝા દ્વારા આપવામાં આવેલ બોક્સની આસપાસ જીવતી જીવાત ફરતી જોવા મળી રહી છે. આવા જીવાત વાળા પિઝાના બોક્સમાં ન પિઝા પેક કરીને ગ્રાહકોને આપવામાં આવતા હોય છે. ત્યારે, ડોમિનોઝ પિઝાનું પહેલેથી જ ચલણ રહ્યું છે કે તે પહેલા ગ્રાહકો પાસેથી પૈસા લઈ લે છે અને બાદમાં ઓર્ડર સ્વીકારીને પિઝા આપે છે ત્યારે આટલી જાણીતી પિઝા બ્રાન્ડ દ્વારા સ્ટોર સહિત રસોડામાં પેસ કંટ્રોલ કરાવવામાં નથી આવતું. એટલે જે જીવતી જીવાતો રસોડાના ટેબલ પર અને પિઝા બોક્સ પર ફરી રહી છે.

જાગૃત નાગરિક દ્વારા AMCમાં કરવામાં આવી ફરિયાદ 

સમગ્ર મામલે, શહેરના એક જાગૃત નાગરિક અને ગ્રાહક પવન કાપડિયા દ્વારા અમદાવાદ મહાનગરપાલિકામાં ફરિયાદ કરવામાં આવ્યું છે. ફરિયાદીનો આરોપ છે કે પિઝા બ્રાન્ડ ડોમિનોઝ દ્વારા સમયાંતરે પેસ્ટ કંટ્રોલ નથી કરાવવામાં આવતું એટલે જ આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે સૌથી મોટો સવાલ એ ઉઠે છે કે ચોખ્ખાઈમાં નબળી સાબિત થતી નાની દુકાનો પર દંડ અને સીલ કરવા જેવી કાર્યવાહી કરવામાં આવતી હોય છે તો આટલી મોટી બ્રાન્ડ દ્વારા આટલી મોટી બેદરકારીએ લઈને કેમ પગલાં નથી લેવામાં આવતા.