Ahmedabad Airportથી કચ્છના ધોરડો સુધી એસી વોલ્વો બસની કરાઈ શરૂઆત, વાંચો Story

અમદાવાદ એરપોર્ટથી કચ્છના ધોરડો જવા માટે એસી વોલ્વો બસની ખાસ શરૂઆત કરવામાં આવી છે,વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી હોવાની વાત સામે આવી છે,અમદાવાદ એરપોર્ટથી તમે સીધા બસ મારફતે રણોત્સની મજા માણવા જઈ શકશો,હાલમાં કચ્છમાં રણોત્સવ ચાલી રહ્યો છે અને લોકો તેની મજા પણ માણતા હોય છે. રણોત્સવ સુધી દરરોજ 3 બસ જશે જો રણોત્સવ માટે ભુજથી ધોરડો જતી બસના સમયની વાત કરવામાં આવે તો ભુજથી ધોરડો જવા દૈનિક સવારે 8.30 કલાકે, બપોરે 1:00 અને 2:30 કલાકે જ્યારે ધોરડોથી ભુજ આવવા સવારે 11:15 કલાકે અને સાંજે 6:00 અને 7:00 કલાકે બસ શરૂ કરવામાં આવી છે. આ બસો બે રૂટમાં છે. જેમાં એક બસ ભીરંડીયારા થઈને ધોરોડો જશે, જ્યારે બીજી બસ ખાવડા થઈને ધોરોડો જશે. આ બસમાં 30 પ્રવાસીઓ મુસાફરી કરી શકશે અને જો વધારે ટ્રાફિક મળશે તો મોટી બસો પણ શરૂ કરવામાં આવશે. વિશ્વમાં પ્રખ્યાત સફેદ રણ કચ્છનું રણ તેના ચમકતા સફેદ મીઠાના રણ સાથે જીવંત સંસ્કૃતિ અને આકર્ષક સૂર્યાસ્તથી ઝગમગી ઉઠે છે. રણોત્સવની શરુઆત 2005માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરાવી હતી, ત્યારથી અત્યાર સુધી વાર્ષિક રણોત્સવે આ પ્રદેશમાં નવા પ્રાણ ફૂંક્યા છે અને તેની સુવાસ વૈશ્વિક સાંસ્કૃતિક ફલક પર ફેલાઈ છે. રણોત્સવ થકી કલા, પરંપરા અને પ્રકૃતિની ઉજવણી થકી અર્થતંત્રને બળ તો મળે જ છે સાથે સાથે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે પણ છે. ઉંટ સવારીની મજા માણો રણ ઉત્સવમાં પ્રવાસીઓના ધસારાને કારણે સ્થાનિક સમુદાય ખાસ કરીને કારીગરોને ફાયદો થયો છે. કચ્છના કારીગરોને તેમની કળા અને કૌશલ્યને વેચવા માટે રણોત્સવ વૈશ્વિક પ્લેટફોર્મ પ્રદાન કરે છે, ટેન્ટ સિટીમાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના સ્ટોલ રાખવામાં આવ્યા છે જેના થકી પણ અનેક રોજગારીની તકો ઊભી થઈ છે. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આવનાર સ્થાનિક કલાકારોને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક મંચ પણ પૂરો પાડ્યો છે.કચ્છના સફેદ રણમાં દર વર્ષે યોજાતો રણઉત્સવ એક મુખ્ય પ્રવાસી આકર્ષણ અને સ્થાનિક સમુદાય માટે આવકનો મહત્ત્વપૂર્ણ સ્ત્રોત બન્યો છે. રણોત્સવ થકી અસંખ્ય રોજગારીની તકો ઊભી થઈ છે, સાથે સાથે ઊંટ અને ઘોડાના માલિકો પ્રવાસીઓને રણ અને દૂરના વિસ્તારોમાં લઈ જતા હોવાથી તેમની આજીવિકા અને આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે.

Ahmedabad Airportથી કચ્છના ધોરડો સુધી એસી વોલ્વો બસની કરાઈ શરૂઆત, વાંચો Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ એરપોર્ટથી કચ્છના ધોરડો જવા માટે એસી વોલ્વો બસની ખાસ શરૂઆત કરવામાં આવી છે,વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી હોવાની વાત સામે આવી છે,અમદાવાદ એરપોર્ટથી તમે સીધા બસ મારફતે રણોત્સની મજા માણવા જઈ શકશો,હાલમાં કચ્છમાં રણોત્સવ ચાલી રહ્યો છે અને લોકો તેની મજા પણ માણતા હોય છે.

રણોત્સવ સુધી દરરોજ 3 બસ જશે

જો રણોત્સવ માટે ભુજથી ધોરડો જતી બસના સમયની વાત કરવામાં આવે તો ભુજથી ધોરડો જવા દૈનિક સવારે 8.30 કલાકે, બપોરે 1:00 અને 2:30 કલાકે જ્યારે ધોરડોથી ભુજ આવવા સવારે 11:15 કલાકે અને સાંજે 6:00 અને 7:00 કલાકે બસ શરૂ કરવામાં આવી છે. આ બસો બે રૂટમાં છે. જેમાં એક બસ ભીરંડીયારા થઈને ધોરોડો જશે, જ્યારે બીજી બસ ખાવડા થઈને ધોરોડો જશે. આ બસમાં 30 પ્રવાસીઓ મુસાફરી કરી શકશે અને જો વધારે ટ્રાફિક મળશે તો મોટી બસો પણ શરૂ કરવામાં આવશે.


વિશ્વમાં પ્રખ્યાત સફેદ રણ

કચ્છનું રણ તેના ચમકતા સફેદ મીઠાના રણ સાથે જીવંત સંસ્કૃતિ અને આકર્ષક સૂર્યાસ્તથી ઝગમગી ઉઠે છે. રણોત્સવની શરુઆત 2005માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરાવી હતી, ત્યારથી અત્યાર સુધી વાર્ષિક રણોત્સવે આ પ્રદેશમાં નવા પ્રાણ ફૂંક્યા છે અને તેની સુવાસ વૈશ્વિક સાંસ્કૃતિક ફલક પર ફેલાઈ છે. રણોત્સવ થકી કલા, પરંપરા અને પ્રકૃતિની ઉજવણી થકી અર્થતંત્રને બળ તો મળે જ છે સાથે સાથે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે પણ છે.

ઉંટ સવારીની મજા માણો

રણ ઉત્સવમાં પ્રવાસીઓના ધસારાને કારણે સ્થાનિક સમુદાય ખાસ કરીને કારીગરોને ફાયદો થયો છે. કચ્છના કારીગરોને તેમની કળા અને કૌશલ્યને વેચવા માટે રણોત્સવ વૈશ્વિક પ્લેટફોર્મ પ્રદાન કરે છે, ટેન્ટ સિટીમાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના સ્ટોલ રાખવામાં આવ્યા છે જેના થકી પણ અનેક રોજગારીની તકો ઊભી થઈ છે. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આવનાર સ્થાનિક કલાકારોને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક મંચ પણ પૂરો પાડ્યો છે.કચ્છના સફેદ રણમાં દર વર્ષે યોજાતો રણઉત્સવ એક મુખ્ય પ્રવાસી આકર્ષણ અને સ્થાનિક સમુદાય માટે આવકનો મહત્ત્વપૂર્ણ સ્ત્રોત બન્યો છે. રણોત્સવ થકી અસંખ્ય રોજગારીની તકો ઊભી થઈ છે, સાથે સાથે ઊંટ અને ઘોડાના માલિકો પ્રવાસીઓને રણ અને દૂરના વિસ્તારોમાં લઈ જતા હોવાથી તેમની આજીવિકા અને આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે.