Ahmedabad : A-ગ્રેડના ફાયર ઓફિસર માટે 15 હજાર, S-ગ્રેડ માટે 25હજાર ફી

અગ્નિ નિવારણ સેવાઓની કચેરીએ રાજ્યમાં ફાયર ઓફિસર માટે ફી નક્કી કરીહદની મર્યાદા, ફી ઉપરાંતની રકમ લેવાય કે ખોટી NOC ઇશ્યૂ કરાય તો કોની જવાબદારી ? અત્યાર સુધી ફી નક્કી નહીં હોવાથી આડેધ ફી વસુલાતી હતી રાજકોટના અગ્નિકાંડ પછી પણ સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે. રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી દ્વારા સમગ્ર રાજ્યમાં ફાયર ઓફિસર (FSO) માટે ફી નક્કી કરાઇ છે પણ જવાબદારીમાં છીંડાં હોવાનું બહાર આવતા વિવાદ વકર્યો છે. FSO માટે હદની મર્યાદા નક્કી નથી, ફી ઉપરાંતની રકમ લેવા સહિતની ખોટી NOC ઇશ્યૂ કરવા અંગે કોઇ જવાબદારી નક્કી કરાઇ નથી. FSO માટે હદ નક્કી કરાઇ ન હોવાથી અન્ય શહેરમાં જશે તો તેને ચાર મોકડ્રીલ સહિતનો ખર્ચ પાંચ હજારમાં પરવડશે કે નહીં ? તેની સ્પષ્ટતા નહીં હોવાથી ભ્રષ્ટાચારને વેગ મળવાની આશા વ્યક્ત કરાઇ રહી છે.સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા FSO માટે નક્કી કરાયેલા ફી સ્ટ્કચર મુજબ A ગ્રેડના FSOની 15 હજાર, G ગ્રેડના FSO ની 5 હજાર અને S ગ્રેડના FSOની 25 હજાર ફી નક્કી કરાઇ છે. અત્યાર સુધી ફી નક્કી નહીં હોવાથી આડેધ ફી વસુલાતી હતી. પરંતુ ફી નક્કી થયા પછી પણ આડેધડ રકમ લેવાનો સિલસિલો ચાલુ રહેવાનું નિષ્ણાંતોએ ધારણ વ્યક્ત કરી છે. કારણ કે એક બિલ્ડીંગ કે સમગ્ર ફલેટની NOCની ફી 5 હજાર લેવા અંગે કોઇ સ્પષ્ટતા નથી. 13-12-24થી FSOની નિમણૂંક કર્યા પછી NOCમાં બિલ્ડીંગના ફલોર વધારી દેવાયું હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આવી અનેક ક્ષતિઓ પછી પણ સરકાર જાગૃત ન થતાં લોકોની સાથે સ્થાનિક તંત્રના ચીફ ફાયર ઓફિસરોની મુશ્કેલી વધશે. કચેરીએ સ્પષ્ટતાઓ સાથે પરિપત્ર કર્યા વગર માત્ર ફી સ્ટ્રકચર તૈયાર કરી દેતા હવે ફી બાબતે FSO અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ સર્જાશે. FSOની NOCમાં ક્રોસ વેરિફિકેશન કરીને સહી કરવાની જવાબદારી હોવા છતાં મોટાભાગના ચીફ ફાયર ઓફિસરો સહી કરતા નથી.

Ahmedabad : A-ગ્રેડના ફાયર ઓફિસર માટે 15 હજાર, S-ગ્રેડ માટે 25હજાર ફી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અગ્નિ નિવારણ સેવાઓની કચેરીએ રાજ્યમાં ફાયર ઓફિસર માટે ફી નક્કી કરી
  • હદની મર્યાદા, ફી ઉપરાંતની રકમ લેવાય કે ખોટી NOC ઇશ્યૂ કરાય તો કોની જવાબદારી ?
  • અત્યાર સુધી ફી નક્કી નહીં હોવાથી આડેધ ફી વસુલાતી હતી

રાજકોટના અગ્નિકાંડ પછી પણ સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે. રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી દ્વારા સમગ્ર રાજ્યમાં ફાયર ઓફિસર (FSO) માટે ફી નક્કી કરાઇ છે પણ જવાબદારીમાં છીંડાં હોવાનું બહાર આવતા વિવાદ વકર્યો છે. FSO માટે હદની મર્યાદા નક્કી નથી, ફી ઉપરાંતની રકમ લેવા સહિતની ખોટી NOC ઇશ્યૂ કરવા અંગે કોઇ જવાબદારી નક્કી કરાઇ નથી.

FSO માટે હદ નક્કી કરાઇ ન હોવાથી અન્ય શહેરમાં જશે તો તેને ચાર મોકડ્રીલ સહિતનો ખર્ચ પાંચ હજારમાં પરવડશે કે નહીં ? તેની સ્પષ્ટતા નહીં હોવાથી ભ્રષ્ટાચારને વેગ મળવાની આશા વ્યક્ત કરાઇ રહી છે.સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા FSO માટે નક્કી કરાયેલા ફી સ્ટ્કચર મુજબ A ગ્રેડના FSOની 15 હજાર, G ગ્રેડના FSO ની 5 હજાર અને S ગ્રેડના FSOની 25 હજાર ફી નક્કી કરાઇ છે. અત્યાર સુધી ફી નક્કી નહીં હોવાથી આડેધ ફી વસુલાતી હતી. પરંતુ ફી નક્કી થયા પછી પણ આડેધડ રકમ લેવાનો સિલસિલો ચાલુ રહેવાનું નિષ્ણાંતોએ ધારણ વ્યક્ત કરી છે. કારણ કે એક બિલ્ડીંગ કે સમગ્ર ફલેટની NOCની ફી 5 હજાર લેવા અંગે કોઇ સ્પષ્ટતા નથી. 13-12-24થી FSOની નિમણૂંક કર્યા પછી NOCમાં બિલ્ડીંગના ફલોર વધારી દેવાયું હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આવી અનેક ક્ષતિઓ પછી પણ સરકાર જાગૃત ન થતાં લોકોની સાથે સ્થાનિક તંત્રના ચીફ ફાયર ઓફિસરોની મુશ્કેલી વધશે. કચેરીએ સ્પષ્ટતાઓ સાથે પરિપત્ર કર્યા વગર માત્ર ફી સ્ટ્રકચર તૈયાર કરી દેતા હવે ફી બાબતે FSO અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ સર્જાશે. FSOની NOCમાં ક્રોસ વેરિફિકેશન કરીને સહી કરવાની જવાબદારી હોવા છતાં મોટાભાગના ચીફ ફાયર ઓફિસરો સહી કરતા નથી.