Ahmedabad: 40થી 50 રૂપિયે કિલો મળતી શાકભાજી 100 રૂપિયા સુધી પહોંચી ગઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ચોમાસાની સિઝન જામી છે. ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ ચોમાસાની શરૂઆતમાં જ લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. વરસાદની સિઝનમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. મોટાભાગના શાકભાજીનો ભાવ 100 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે.
શાકભાજી હાલમાં 100 રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ
ચોમાસામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એક તરફ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ જવા અને કાદવ કીચડના કારણે લોકોને અવરજવરમાં હાલાકી થઈ રહી છે. માર્કેટમાં શાકભાજીની પુષ્કળ આવક થતી હોવા છતાં ભાવ આસમાને પહોંચી ગયાં છે. રોજ 40થી 50 રૂપિયા કિલોના ભાવે મળતી શાકભાજી હાલમાં 100 રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ છે.
તમામ શાકભાજીના ભાવમા બેથી ત્રણ ગણો વધારો
અમદાવાદમાં શાકભાજીના ભાવની વિગતે વાત કરીએ તો, 40 રૂ કિલો મળતા શાકભાજી 80થી 100 રૂ કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. પહેલા 80 રૂપિયાની કિલો વેચાતી ગવાર હાલમાં 160 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે. તેવી જ રીતે 100 રૂપિયાની ચોળી 180, 80 રૂપિયાના ટીંડોળા 160, 60 રૂપિયાનું ફૂલાવર 100, 30 રૂપિયાની કોબી 60, 60 રૂપિયાના ભીંડા 100, 40 રૂપિયાના રીંગણ 100, 50 રૂપિયાની તુવેર 160, 60 રૂપિયાની કોથમીર 80, 60 રૂપિયાના મરચા 120, 80 રૂપિયાની મેથી 150, 60 રૂપિયાનું પાલક 100 અને 40 રૂપિયે કિલો વેચાતા ટામેટાના ભાવ હાલમાં 50 રૂપિયે કિલો પહોંચી ગયા છે.
What's Your Reaction?






