Ahmedabad :4,000કેમેરા છતાં હિટ એન્ડ રનના 12કિસ્સામાં આરોપીનો કોઈ પત્તો જ નહીં

17માંથી 15 કેસમાં પોલીસ સહિતના રિપોર્ટ આવ્યા જેમાંથી બે નામંજૂર કરાયાઅનડિટેક્ટ 12 કેસમાં 24 લાખ વળતર ચૂકવાયું, એક અરજી સુરત ચકાસણીમાં છેલ્લા એક વર્ષમાં હિટ એન્ડ રનના કિસ્સામાં 6 વ્યક્તિનાં મોત થયા શહેરમાં ચારેય તરફ્ સીસીટીવી કેમેરા હોવા છતાં આજની તારીખમાં હિટ એન્ડ રન કમ્પન્સેશન સ્કીમ હેઠળ સમયાંતરે બેઠકમાં વાહનના અનડિટેક કેસમાં વળતર ચૂકવાયા છે.આશ્ચર્યની વાત એ છે કે, ચાર હજાર કરતાં વધુ કેમેરા હોવા છતાં હિટ એન્ડ રનના અનડેટિક 12 કેસમાં 24 લાખ રકમનું વળતર ચૂકવાયું છે. કુલ 17માંથી 15 કેસમાં પોલીસ સહિતના રિપોર્ટ આવ્યા છે. જેના આધારે 12 કેસમાં અરજી મંજૂર કરાઈ છે, 2 કેસમાં અરજી નામંજૂર અને એક કેસમાં નાગરિક સુરતનો હોવાથી હાલ ચકાસણીમાં છે.જિલ્લા કલેકટર હેઠળ હિટ એન્ડ રન કમ્પન્સેશન સ્કીમ-2022 હેઠળ કમિટીની સમયાંતરે બેઠક મળે છે. કમિટીમાં પોલીસ, આરટીઓ, વીમા કંપની, માલતદાર અને પ્રાંત સહિતના અધિકારીઓ હોય છે. બેઠકમાં હિટ એન્ડ રનના અકસ્માતમાં વાહન અનડિટેક કેસમાં FIR રિપોર્ટ સહિતના પુરાવાની ચકાસણી થાય છે. પુરાવાની સમીક્ષા કર્યા બાદ કમિટી વળતર ચૂકવવું કે નહીં તેનો નિર્ણય કરે છે. અનડિટેક કેસ એટલે જેમાં વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં આરોપી વાહન સાથે ફરાર થઈ ગયો હોય તો અનડિટેક કેસ તરીકે પોલીસ FIRની નોંધ કરે છે. આ પછી અરજદારની અરજી બાદ માલતદાર તપાસ કરીને કમિટીને રિપોર્ટ મોકલે છે. વર્ષ 1-4-2022 થી 30-6-24 છેલ્લા બે વર્ષમાં 17 કેસ નોંધાયા છે, જેમાંથી મંજૂર કરાયેલી 12 કેસમાંથી 12 કેસમાં અરજી મંજૂર થતાં રૂપિયા બે લાખ પ્રમાણે કુલ રૂપિયા 24 લાખની રકમ મૃતકના પરિવારજનોને ચૂકવાઈ છે. છેલ્લા એક વર્ષમાં હિટ એન્ડ રનના કિસ્સામાં 6 વ્યક્તિનાં મોત થયા છે. મૃતકના પરિવારજનો તરફ્થી કરાયેલી અરજી તાજેતરની બેઠકમાં મંજૂર કરાઇ હતી. ગતવર્ષે 11 કેસમાંથી 6 કેસમાં અરજી મંજૂર અને 2 કેસમાં અરજી નામંજૂર કરાઇ હતી. 2 કેસમાં હજી રિપોર્ટ બાકી છે. જ્યારે એક કેસમાં નાગરિક સુરતનો હોવાથી અરજી ચકાસણીમાં છે. 12 કેસમાં મૃત્યુ પામેલી સિંગલ વ્યક્તિમાં તમામ પુરુષ હિટ એન્ડ રનમાં કેટલીકવાર એક કરતાં વધુના મોત થાય છે, પરંતુ કમિટી સમક્ષ આવેલા 12 કેસમાં મૃત્યુ થયેલા વ્યક્તિ સિંગલ જ છે અને મૃતક તમામ પુરુષ છે. સિંગલ વ્યક્તિઓને અકસ્માત કરીને વાહનચાલક ફરાર થઈ ગયો હોય તેવા અનડિટેક વાહનના કેસ પોલીસ FIRમાં નોંધ કરે છે. અનડિટેક્ટ કેસની અરજી કરવામાં નવી સિસ્ટમ અમલી અત્યાર સુધી મામલતદાર સમક્ષ અરજદાર અરજી કરતો હતો. ત્યાંથી અરજી પ્રાંતમાં આવતી અને પછી કલેક્ટર કચેરીમાં અરજી આવતી હતી. આ પછી કમિટીમાં મંજૂરી માટે અરજી મુકાતી હતી, પરંતુ હવે પોલીસ FIR નોંધે પછી ત્વરિત જ જિલ્લા કલેકટરના ડિઝાસ્ટર વિભાગને જાણ કરશે. ડિઝાસ્ટર વિભાગ અરજી રજૂ કરશે કે ત્વરિત જિલ્લા કલેકટર અકસ્માત થયો હશે તે વિસ્તારના મામલતદારને તપાસ સોંપશે. મામલતદારે તપાસ રિપોર્ટ તૈયાર કરીને પ્રાંત મારફ્ત કલેક્ટરને મોકલવાનો રહેશે. આ પછી કેસ કમિટી સમક્ષ મુકાશે. કમિટી પોલીસ FIR, મામલતદાર અને પ્રાંતનો રિપોર્ટ જોઈને સહાય ચૂકવવાનો નિર્ણય કરશે.

Ahmedabad :4,000કેમેરા છતાં હિટ એન્ડ રનના 12કિસ્સામાં આરોપીનો કોઈ પત્તો જ નહીં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 17માંથી 15 કેસમાં પોલીસ સહિતના રિપોર્ટ આવ્યા જેમાંથી બે નામંજૂર કરાયા
  • અનડિટેક્ટ 12 કેસમાં 24 લાખ વળતર ચૂકવાયું, એક અરજી સુરત ચકાસણીમાં
  • છેલ્લા એક વર્ષમાં હિટ એન્ડ રનના કિસ્સામાં 6 વ્યક્તિનાં મોત થયા

શહેરમાં ચારેય તરફ્ સીસીટીવી કેમેરા હોવા છતાં આજની તારીખમાં હિટ એન્ડ રન કમ્પન્સેશન સ્કીમ હેઠળ સમયાંતરે બેઠકમાં વાહનના અનડિટેક કેસમાં વળતર ચૂકવાયા છે.આશ્ચર્યની વાત એ છે કે, ચાર હજાર કરતાં વધુ કેમેરા હોવા છતાં હિટ એન્ડ રનના અનડેટિક 12 કેસમાં 24 લાખ રકમનું વળતર ચૂકવાયું છે. કુલ 17માંથી 15 કેસમાં પોલીસ સહિતના રિપોર્ટ આવ્યા છે. જેના આધારે 12 કેસમાં અરજી મંજૂર કરાઈ છે, 2 કેસમાં અરજી નામંજૂર અને એક કેસમાં નાગરિક સુરતનો હોવાથી હાલ ચકાસણીમાં છે.

જિલ્લા કલેકટર હેઠળ હિટ એન્ડ રન કમ્પન્સેશન સ્કીમ-2022 હેઠળ કમિટીની સમયાંતરે બેઠક મળે છે. કમિટીમાં પોલીસ, આરટીઓ, વીમા કંપની, માલતદાર અને પ્રાંત સહિતના અધિકારીઓ હોય છે. બેઠકમાં હિટ એન્ડ રનના અકસ્માતમાં વાહન અનડિટેક કેસમાં FIR રિપોર્ટ સહિતના પુરાવાની ચકાસણી થાય છે. પુરાવાની સમીક્ષા કર્યા બાદ કમિટી વળતર ચૂકવવું કે નહીં તેનો નિર્ણય કરે છે. અનડિટેક કેસ એટલે જેમાં વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં આરોપી વાહન સાથે ફરાર થઈ ગયો હોય તો અનડિટેક કેસ તરીકે પોલીસ FIRની નોંધ કરે છે. આ પછી અરજદારની અરજી બાદ માલતદાર તપાસ કરીને કમિટીને રિપોર્ટ મોકલે છે. વર્ષ 1-4-2022 થી 30-6-24 છેલ્લા બે વર્ષમાં 17 કેસ નોંધાયા છે, જેમાંથી મંજૂર કરાયેલી 12 કેસમાંથી 12 કેસમાં અરજી મંજૂર થતાં રૂપિયા બે લાખ પ્રમાણે કુલ રૂપિયા 24 લાખની રકમ મૃતકના પરિવારજનોને ચૂકવાઈ છે. છેલ્લા એક વર્ષમાં હિટ એન્ડ રનના કિસ્સામાં 6 વ્યક્તિનાં મોત થયા છે. મૃતકના પરિવારજનો તરફ્થી કરાયેલી અરજી તાજેતરની બેઠકમાં મંજૂર કરાઇ હતી. ગતવર્ષે 11 કેસમાંથી 6 કેસમાં અરજી મંજૂર અને 2 કેસમાં અરજી નામંજૂર કરાઇ હતી. 2 કેસમાં હજી રિપોર્ટ બાકી છે. જ્યારે એક કેસમાં નાગરિક સુરતનો હોવાથી અરજી ચકાસણીમાં છે.

12 કેસમાં મૃત્યુ પામેલી સિંગલ વ્યક્તિમાં તમામ પુરુષ

હિટ એન્ડ રનમાં કેટલીકવાર એક કરતાં વધુના મોત થાય છે, પરંતુ કમિટી સમક્ષ આવેલા 12 કેસમાં મૃત્યુ થયેલા વ્યક્તિ સિંગલ જ છે અને મૃતક તમામ પુરુષ છે. સિંગલ વ્યક્તિઓને અકસ્માત કરીને વાહનચાલક ફરાર થઈ ગયો હોય તેવા અનડિટેક વાહનના કેસ પોલીસ FIRમાં નોંધ કરે છે.

અનડિટેક્ટ કેસની અરજી કરવામાં નવી સિસ્ટમ અમલી

અત્યાર સુધી મામલતદાર સમક્ષ અરજદાર અરજી કરતો હતો. ત્યાંથી અરજી પ્રાંતમાં આવતી અને પછી કલેક્ટર કચેરીમાં અરજી આવતી હતી. આ પછી કમિટીમાં મંજૂરી માટે અરજી મુકાતી હતી, પરંતુ હવે પોલીસ FIR નોંધે પછી ત્વરિત જ જિલ્લા કલેકટરના ડિઝાસ્ટર વિભાગને જાણ કરશે. ડિઝાસ્ટર વિભાગ અરજી રજૂ કરશે કે ત્વરિત જિલ્લા કલેકટર અકસ્માત થયો હશે તે વિસ્તારના મામલતદારને તપાસ સોંપશે. મામલતદારે તપાસ રિપોર્ટ તૈયાર કરીને પ્રાંત મારફ્ત કલેક્ટરને મોકલવાનો રહેશે. આ પછી કેસ કમિટી સમક્ષ મુકાશે. કમિટી પોલીસ FIR, મામલતદાર અને પ્રાંતનો રિપોર્ટ જોઈને સહાય ચૂકવવાનો નિર્ણય કરશે.