Ahmedabad: 28 ગ્રાન્ટેડ લૉ કોલેજની પેનલ્ટી ફી માફકરી પ્રવેશ શરૂ સંચાલકોની માગણી
અપૂરતો સ્ટાફા, સમયસર ઈન્સ્પેક્શન સહિતના મામલે ગુજરાતની 28 જેટલી ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ પર બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા રોક લગાવેલો છે. ગત વર્ષે એકપણ વિદ્યાર્થીનો પ્રવેશ થયો નહોતો, એના અગાઉના વર્ષમાં મામલો હાઈકોર્ટમાં પહોચતાં શરતી એક ડિવિઝન ચલાવવાની મંજુરી મળી હતી.આમ ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ પર રોક લાગતાં ગુજરાતના હજારો ગરીબ અને મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓએ ભારે હાલાકી ભોગવવી પડી છે. જેથી આગામી શૈક્ષણિક વર્ષમાં તમામ ગ્રાન્ટેડ કોલેજમાં પ્રવેશ મળી શકે એ માટે સંચાલકો દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં કાઉન્સિલ દ્વારા કોલેજો પર લગાવેલ લાખો રૂપિયાની પેનલ્ટી માફા કરવી તેમજ ભરતી કરવા અંગેની બાહેધરી આપવાની સરકારમાં રજૂઆત કરાઈ છે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા ગુજરાતની કાઉન્સિલને સ્પષ્ટ તાકીદ કરી હતી કે, જે કોલેજો દ્વારા ઈન્સ્પેક્શન કરાવવામાં આવ્યું નહીં હોય તે કોલેજના વિદ્યાર્થીઓ ભણીને બહાર નીકળે તો પણ તેમને સનદ આપવામાં નહી આવે. રાજ્યની મોટાભાગની કોલેજો દ્વારા ઈન્સ્પેક્શન માટે અરજી કરી નહોતી. અરજી ન કરવા પાછળનું કારણ જાણવા મળે છે કે, ગ્રાન્ટેડ કોલેજોમાં પૂરતો સ્ટાફા નથી, મોટાભાગની કોલેજોમાં કાયમી પ્રિન્સિપાલ નથી, ગ્રંથપાલ સહિતના સ્ટાફાની ઘટ છે. આ સિવાય ઈન્સ્પેક્શન માટેની ફી રૂ.3.50 લાખ જેટલી હોવાથી કોઈ ટ્રસ્ટ ભરવા તૈયાર નથી. બીજી તરફા કાઉન્સિલ ફીને લઈ કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. જેના કારણે છેલ્લા બે વર્ષથી ઓ કોલેજોમાં પ્રવેશનો વિવાદ ચાલી રહ્યો છે. ગત વર્ષે 28 ગ્રાન્ટેડ કોલેજોમાં વિદ્યાર્થીઓના પ્રવેશ જ થયા ન હોવાનું જાણવા મળ્યું છે. જેથી સંચાલકો દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત કરી હતી કે, કોલેજો એફિલિશન ફી ભરવા તૈયાર છે પરંતુ પેનલ્ટી પેટે દર વર્ષના રૂ.2 લાખ પ્રમાણે જે પેનલ્ટી લગાવવામાં આવી છે એ માફા કરવામાં આવે. ઈન્સપેક્શન ફી રૂ.3.50 લાખ વધુ છે, જે ઘટાડવામાં આવે.
![Ahmedabad: 28 ગ્રાન્ટેડ લૉ કોલેજની પેનલ્ટી ફી માફકરી પ્રવેશ શરૂ સંચાલકોની માગણી](https://epapercdn.sandesh.com/images/2025/02/10/RRfLUlbEKigJJQFe8fP3ui4oq5FORxa1Z7rh6Q3a.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અપૂરતો સ્ટાફા, સમયસર ઈન્સ્પેક્શન સહિતના મામલે ગુજરાતની 28 જેટલી ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ પર બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા રોક લગાવેલો છે. ગત વર્ષે એકપણ વિદ્યાર્થીનો પ્રવેશ થયો નહોતો, એના અગાઉના વર્ષમાં મામલો હાઈકોર્ટમાં પહોચતાં શરતી એક ડિવિઝન ચલાવવાની મંજુરી મળી હતી.
આમ ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ પર રોક લાગતાં ગુજરાતના હજારો ગરીબ અને મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓએ ભારે હાલાકી ભોગવવી પડી છે. જેથી આગામી શૈક્ષણિક વર્ષમાં તમામ ગ્રાન્ટેડ કોલેજમાં પ્રવેશ મળી શકે એ માટે સંચાલકો દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં કાઉન્સિલ દ્વારા કોલેજો પર લગાવેલ લાખો રૂપિયાની પેનલ્ટી માફા કરવી તેમજ ભરતી કરવા અંગેની બાહેધરી આપવાની સરકારમાં રજૂઆત કરાઈ છે.
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા ગુજરાતની કાઉન્સિલને સ્પષ્ટ તાકીદ કરી હતી કે, જે કોલેજો દ્વારા ઈન્સ્પેક્શન કરાવવામાં આવ્યું નહીં હોય તે કોલેજના વિદ્યાર્થીઓ ભણીને બહાર નીકળે તો પણ તેમને સનદ આપવામાં નહી આવે. રાજ્યની મોટાભાગની કોલેજો દ્વારા ઈન્સ્પેક્શન માટે અરજી કરી નહોતી. અરજી ન કરવા પાછળનું કારણ જાણવા મળે છે કે, ગ્રાન્ટેડ કોલેજોમાં પૂરતો સ્ટાફા નથી, મોટાભાગની કોલેજોમાં કાયમી પ્રિન્સિપાલ નથી, ગ્રંથપાલ સહિતના સ્ટાફાની ઘટ છે. આ સિવાય ઈન્સ્પેક્શન માટેની ફી રૂ.3.50 લાખ જેટલી હોવાથી કોઈ ટ્રસ્ટ ભરવા તૈયાર નથી. બીજી તરફા કાઉન્સિલ ફીને લઈ કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. જેના કારણે છેલ્લા બે વર્ષથી ઓ કોલેજોમાં પ્રવેશનો વિવાદ ચાલી રહ્યો છે. ગત વર્ષે 28 ગ્રાન્ટેડ કોલેજોમાં વિદ્યાર્થીઓના પ્રવેશ જ થયા ન હોવાનું જાણવા મળ્યું છે. જેથી સંચાલકો દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત કરી હતી કે, કોલેજો એફિલિશન ફી ભરવા તૈયાર છે પરંતુ પેનલ્ટી પેટે દર વર્ષના રૂ.2 લાખ પ્રમાણે જે પેનલ્ટી લગાવવામાં આવી છે એ માફા કરવામાં આવે. ઈન્સપેક્શન ફી રૂ.3.50 લાખ વધુ છે, જે ઘટાડવામાં આવે.