Ahmedabad : હાથીજણમાં અસામાજિક તત્વો બેફામ, તિક્ષ્ણ હથિયારો સાથે યુવકને જાનથી મારી નાખવાનો પ્રયાસ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારમાં અસામાજિક તત્વો ફરી બેફામ થઈ ગયા છે. ધર્મવાટિકા સોસાયટીના રહીશ પર તિક્ષ્ણ હથિયારો સાથે હુમલો કરીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
હુમલાખોરો નંબર પ્લેટ વગરની ગાડીમાં આવ્યા
સ્થાનિકોના જણાવ્યા મુજબ આ હુમલાખોરો નંબર પ્લેટ વગરની ગાડીમાં આવ્યા હતા અને ગાડીમાંથી ઉતરીને તુરત જ હુમલો કરી દીધો હતો
હુમલાખોર દ્રષ્ય ગોસ્વામી હોવાનો આક્ષેપ
હુમલાખોર દ્રષ્ય ગોસ્વામી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લુખ્ખા તત્વોએ હુમલો કરતા પહેલા સોસાયટીમાં રેકી કરી હતી. હુમલામાં તિક્ષ્ણ હથિયારો સાથે મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો. ઘટનાના પગલે સ્થાનિકોમાં ભયનું વાતાવરણ ફેલાઇ ગયું હતું. આગળ પણ માથાકૂટ થઈ ચૂકી છે
સ્થાનિકોના જમાવ્યા પ્રમાણે અગાઉ પણ સોસાયટીમાં આ પ્રમાણે માથાકૂટ થઇ ચુકી છે. સ્થાનિકો વિવેકાનંદનગર પોલીસ સ્ટેશને પહોંચ્યા
ઘટના પછી સ્થાનિકો વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંત્યા હતા અને હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો---- Surat : જમીન કૌભાંડના આરોપી બિલ્ડર વિનુ માલવિયાની પોલીસની હાજરીમાં દાદાગીરી, આરોપીઓનો વરઘોડો કાઢતી પોલીસ મૂકપ્રેક્ષક
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

