Ahmedabad : સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, લો ગાર્ડનથી પ્રદર્શનકારીઓની અટકાયત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિલ્હીના જંતર-મંતર પર સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનના ઘેરા પડઘા હવે મેગા સિટી અમદાવાદમાં પણ જોવા મળી રહ્યા છે. સોનમ વાંગચુકના સમર્થનમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આંદોલનકારીઓ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને પગલે અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને લો ગાર્ડન ખાતેથી અનેક પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે.
'ચલો સંસદ'ના આહ્વાનને પગલે અમદાવાદ પોલીસ હાઈ એલર્ટ
મળતી માહિતી મુજબ, સોનમ વાંગચુક દ્વારા આપવામાં આવેલા 'ચલો સંસદ'ના આહ્વાનના સમર્થનમાં અમદાવાદના કાર્યકર્તાઓ અને નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. શહેરના જાણીતા લો ગાર્ડન વિસ્તાર પાસે મોટી સંખ્યામાં આંદોલનકારીઓ એકઠા થઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, ત્યારે જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને પ્રદર્શનકારીઓની અટકાયત કરી લીધી હતી. અટકાયત કરાયેલા તમામ લોકોને અલગ-અલગ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે. આ આંદોલનને પગલે લો ગાર્ડન અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
શહેરના અન્ય વિસ્તારોમાં પણ વિરોધ
માત્ર લો ગાર્ડન જ નહીં, પરંતુ સોનમ વાંગચુકના સમર્થનમાં અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. શહેરના સારંગપુર, ઓઢવ, નિકોલ અને એલિસબ્રિજ જેવા મુખ્ય વિસ્તારોમાં પણ સમર્થકો દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : અવકાશમાં નવા ભારતની ગર્જના, 'વિક્રમ-1'એ લખ્યો નવો ઇતિહાસ, બધું જ વાંચી લો એક જ ક્લિકમાં..
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

