અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના મુદ્દે મહત્વના સમાચાર આવ્યા છે. વિદ્યાર્થીની હત્યા બાદ વિવાદમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ઓન લાઇન વર્ગો શરુ કરાયા હતા પણ હવે ઓફ લાઇન વર્ગો શરુ કરાશે
3 ઓક્ટોબરથી ધો.10-12ના વર્ગો શરૂ થશે
સેવન્થ ડે સ્કૂલમાં ધો.10-12ના ઓફલાઈન વર્ગો ફરી શરૂ થશે. આગામી 3 ઓક્ટોબરથી ધો.10-12ના વર્ગો શરૂ થશે. સ્કૂલ ખુલે તે પહેલા 2 નિરીક્ષક સ્કૂલની મુલાકાત લેશે તથા સલામતીના ધોરણો ચકાસવા માટે કમિટીની રચના કરાઇ છે.
DEOની નોટીસ
આ કમિટી શાળાના બાળકોની સલામતીને લઇને તપાસ કરશે. જો કે સ્કૂલ આ કમિટીને તપાસમાં સહકાર આપતી નથી જેથી સ્કૂલને તપાસમાં સહકાર આપવા DEOની નોટીસ અપાઇ છે.
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા
ઉલ્લેખનિય છે કે સેવન્થ ડે સ્કૂલમા 8માં ધોરણના વિદ્યાર્થીએ 10માં ધોરણના વિદ્યાર્થીને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હતી. ત્યાર બાદ મામલો વિવાદમાં આવ્યો હતો. શાળા સંચાલકોની ગંભીર બેદરકારી બહાર આવી હતી.