Ahmedabad: સેંટ ઝેવિયર્સની ફી43 % ઘટતાં બાકીના નાણાં વાલીઓને પરત કરવાનો આદેશ
ફી રેગ્યુલેટરી કમિટીએ અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી સેંટ ઝેવિયર્સ સ્કૂલની વાર્ષિક ફીમાં 43 ટકાનો માતબર ઘટાડો કર્યો છે. સ્કૂલની વાર્ષિક ફી રૂ.39,359થી ઘટીને રૂ.22,500 થઈ જતાં વધારાના નાણા વાલીઓને પરત કરવા અથવા તો ફી પેટે મજરે આપવા માટે અમદાવાદ શહેર DEO દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.સ્કૂલની ધો.1થી 8ની વિદ્યાર્થી સંખ્યા જોતા અને જો સ્કૂલે એક સત્રની ફી વસૂલી હશે તો રૂ.1.34 કરોડ જેટલી રકમ અને આખા વર્ષની ફી ઉઘરાવી લીધી હશે તો અંદાજે રૂ.2.68 કરોડ જેટલી રકમ વાલીઓને પરત કરવી પડશે એવુ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.અમદાવાદ ઝોનની ફી કમિટી ( FRC )એ તાજેતરમાં નારણપુરાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની ત્રણ વર્ષની વાર્ષિક ફીનો પ્રોવિઝનલ ઓર્ડર જાહેર કર્યો હતો. કમિટીએ જાહેર કરેલા ઓર્ડરમાં સ્કૂલની વાર્ષિક ફીમાં 43 ટકાનો માતબર ઘટાડો કર્યો છે. આ સ્કૂલની ધોરણ.1થી 8ની વર્ષ-2023-24ની વાર્ષિક ફી રૂ.39,359 મંજૂર કરવામાં આવી હતી. સ્કૂલ દ્વારા વર્ષ-2024-25 માટે રૂ.39,360ની માગણી કરી હતી. જેની સામે અમદાવાદ ઝોનની ફી નિર્ધારણ કમિટી દ્વારા વર્ષ-2024-25ની ફી માત્ર રૂ.22,500 જ મંજુર કરવામાં આવી છે. આમ કમિટીએ સ્કૂલની ફીમાં સાધો રૂ.16,859 એટલે કે, 43 ટકાનો ઘટાડો ઝીંક્યો છે. આ સ્કૂલમાં ધો.1થી 8માં 1590 જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે છે. જોકે સ્કૂલની ફીમાં ચાલુ વર્ષની અસરથી જ ઘટાડો લાગુ થાય. બીજી તરફ સ્કૂલે અત્યાર સુધીમાં મોટાભાગની અથવા તો આખા વર્ષની પણ ફી ઉઘરાવી હોઈ શકે. જેથી અમદાવાદ શહેર ડીઈઓએ સ્કૂલને નોટીસ આપી જણાવ્યુ છે કે, વર્ષ-2024-25માં એફઆરસી સમક્ષ રજૂ કરેલ દરખાસ્તમાં આપના દ્વારા માંગેલ ફી કરતાં ઓછી ફી મંજુર થઈ છે. જેથી વિદ્યાર્થીઓ પાસેથી વધુ વસુલ કરેલ ફી સરભર કરવા અથવા જે વાલી પર માંગે તેને પરત કરવાની રહેશે. વિદ્યાર્થી સંખ્યા જોતા સ્કૂલની ફીમાં રૂ.2.68 કરોડનો વાર્ષિક ઘટાડો થયો છે. બાળકોના પોતાની ઈચ્છાથી પહેરેલાં ગરમ કપડાં બહાર ઉતરાવી દેવાતા હોવાની ફરિયાદ શિયાળાની ઋતુ દરમિયાન વિદ્યાર્થીને ચોક્કસ કલરના ગરમ કપડાં માટે દબાણ ન કરવા અંગે સ્કૂલોને શિક્ષણ વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે છતાં નારણપુરાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં જે વિદ્યાર્થી પોતાની ઈચ્છા મુજબના એટલે કે, સ્કૂલે નક્કી કર્યા હોય એ સિવાયના ગરમ કપડાં પહેરીની આવે તો બહાર ઉતરાવી દેવાતા હોવાની ફરિયાદ ઊઠી છે. ફરિયાદના આધારે શહેર ડીઈઓ દ્વારા સ્કૂલને નોટિસ આપી જણાવ્યું છે કે, આ પ્રકારના વર્તનથી બાળકના માનસિક અને શારીરિક અસર પડે. બાળકને જે કલરના કપડાં પહેરીને આવે એને માન્ય રાખવામાં આવે. એટલું જ નહીં, આ ગેરરીતિને લઈ સ્કૂલને રૂ. 10 હજાર દંડ કેમ ન કરવો એનો એક દિવસમાં ખુલાસો કરવાની તાકીદ કરી છે.
![Ahmedabad: સેંટ ઝેવિયર્સની ફી43 % ઘટતાં બાકીના નાણાં વાલીઓને પરત કરવાનો આદેશ](https://epapercdn.sandesh.com/images/2025/01/04/X8SZ0uvGGi6ilLKPrUVUSUy7IaLsoGp8vTWaPUHz.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ફી રેગ્યુલેટરી કમિટીએ અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી સેંટ ઝેવિયર્સ સ્કૂલની વાર્ષિક ફીમાં 43 ટકાનો માતબર ઘટાડો કર્યો છે. સ્કૂલની વાર્ષિક ફી રૂ.39,359થી ઘટીને રૂ.22,500 થઈ જતાં વધારાના નાણા વાલીઓને પરત કરવા અથવા તો ફી પેટે મજરે આપવા માટે અમદાવાદ શહેર DEO દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
સ્કૂલની ધો.1થી 8ની વિદ્યાર્થી સંખ્યા જોતા અને જો સ્કૂલે એક સત્રની ફી વસૂલી હશે તો રૂ.1.34 કરોડ જેટલી રકમ અને આખા વર્ષની ફી ઉઘરાવી લીધી હશે તો અંદાજે રૂ.2.68 કરોડ જેટલી રકમ વાલીઓને પરત કરવી પડશે એવુ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.અમદાવાદ ઝોનની ફી કમિટી ( FRC )એ તાજેતરમાં નારણપુરાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની ત્રણ વર્ષની વાર્ષિક ફીનો પ્રોવિઝનલ ઓર્ડર જાહેર કર્યો હતો. કમિટીએ જાહેર કરેલા ઓર્ડરમાં સ્કૂલની વાર્ષિક ફીમાં 43 ટકાનો માતબર ઘટાડો કર્યો છે. આ સ્કૂલની ધોરણ.1થી 8ની વર્ષ-2023-24ની વાર્ષિક ફી રૂ.39,359 મંજૂર કરવામાં આવી હતી. સ્કૂલ દ્વારા વર્ષ-2024-25 માટે રૂ.39,360ની માગણી કરી હતી. જેની સામે અમદાવાદ ઝોનની ફી નિર્ધારણ કમિટી દ્વારા વર્ષ-2024-25ની ફી માત્ર રૂ.22,500 જ મંજુર કરવામાં આવી છે. આમ કમિટીએ સ્કૂલની ફીમાં સાધો રૂ.16,859 એટલે કે, 43 ટકાનો ઘટાડો ઝીંક્યો છે. આ સ્કૂલમાં ધો.1થી 8માં 1590 જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે છે. જોકે સ્કૂલની ફીમાં ચાલુ વર્ષની અસરથી જ ઘટાડો લાગુ થાય. બીજી તરફ સ્કૂલે અત્યાર સુધીમાં મોટાભાગની અથવા તો આખા વર્ષની પણ ફી ઉઘરાવી હોઈ શકે. જેથી અમદાવાદ શહેર ડીઈઓએ સ્કૂલને નોટીસ આપી જણાવ્યુ છે કે, વર્ષ-2024-25માં એફઆરસી સમક્ષ રજૂ કરેલ દરખાસ્તમાં આપના દ્વારા માંગેલ ફી કરતાં ઓછી ફી મંજુર થઈ છે. જેથી વિદ્યાર્થીઓ પાસેથી વધુ વસુલ કરેલ ફી સરભર કરવા અથવા જે વાલી પર માંગે તેને પરત કરવાની રહેશે. વિદ્યાર્થી સંખ્યા જોતા સ્કૂલની ફીમાં રૂ.2.68 કરોડનો વાર્ષિક ઘટાડો થયો છે.
બાળકોના પોતાની ઈચ્છાથી પહેરેલાં ગરમ કપડાં બહાર ઉતરાવી દેવાતા હોવાની ફરિયાદ
શિયાળાની ઋતુ દરમિયાન વિદ્યાર્થીને ચોક્કસ કલરના ગરમ કપડાં માટે દબાણ ન કરવા અંગે સ્કૂલોને શિક્ષણ વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે છતાં નારણપુરાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં જે વિદ્યાર્થી પોતાની ઈચ્છા મુજબના એટલે કે, સ્કૂલે નક્કી કર્યા હોય એ સિવાયના ગરમ કપડાં પહેરીની આવે તો બહાર ઉતરાવી દેવાતા હોવાની ફરિયાદ ઊઠી છે. ફરિયાદના આધારે શહેર ડીઈઓ દ્વારા સ્કૂલને નોટિસ આપી જણાવ્યું છે કે, આ પ્રકારના વર્તનથી બાળકના માનસિક અને શારીરિક અસર પડે. બાળકને જે કલરના કપડાં પહેરીને આવે એને માન્ય રાખવામાં આવે. એટલું જ નહીં, આ ગેરરીતિને લઈ સ્કૂલને રૂ. 10 હજાર દંડ કેમ ન કરવો એનો એક દિવસમાં ખુલાસો કરવાની તાકીદ કરી છે.