Ahmedabad: સૂર્યદેવની આરાધનાથી ગુંજી ઊઠશે સાબરમતી રિવરફ્રન્ટ! છઠ્ઠ પૂજાના મહાપર્વ માટે ભવ્ય આયોજન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઉત્તર ભારતીયોના સૌથી પવિત્ર અને મહત્વના ધાર્મિક તહેવાર છઠ્ઠ પૂજા ઉત્સવની ઉજવણીને લઈને અમદાવાદમાં વસતા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આ મહાપર્વ નિમિત્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત છઠ્ઠ ઘાટ પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સૂર્યદેવની આરાધનાથી સમગ્ર રિવરફ્રન્ટ પરિસર ગુંજી ઊઠે તેવો ભક્તિસભર માહોલ સર્જાયો છે અને છઠ્ઠ ઘાટ પર અત્યારથી જ આસ્થાળુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.
એકસાથે હજારો શ્રદ્ધાળુઓ પૂજા કરી શકે તેવું આયોજન
છઠ્ઠ પૂજાના પાવન પર્વે એકસાથે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને વ્રતધારીઓ સરળતાથી સૂર્યદેવની આરાધના અને અર્ઘ્ય અર્પણ કરી શકે તેવું વિશાળ અને સુવ્યવસ્થિત આયોજન રિવરફ્રન્ટ પર કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓને પૂજા-વિધિ કરવામાં કોઈ અગવડ ન પડે તે માટે સાબરમતી નદીમાં પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
છઠ્ઠ પૂજા ઉત્સવની ઉજવણી
આ ધાર્મિક ઉત્સવની શોભા વધારવા માટે છઠ્ઠ ઘાટ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તેમજ આવનારા પરિવારો અને શ્રદ્ધાળુઓ માટે બેસવાની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. છઠ્ઠ પૂજાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે, જેના પગલે સાબરમતી છઠ્ઠ ઘાટ પર અત્યારથી જ આસ્થાળુઓ ઉમટી પડ્યા છે.
આ પણ વાંચો: Mehsana: હરિદ્વાર લઈ જવા અને કથા સાંભળવાના નામે મહિલાઓ સાથે છેતરપિંડી, કનેડીયા ગામના 5 ઠગો સામે ફરિયાદ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

